weather forecast : આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાન રહેવાની ચેતવણી આપી છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારો એવા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા, નવસારી, સુરત, વલસાડ અને દાદરા નગર હવેલીમાં આગાહી કરવામાં આવી છે.
આજે અને કાલે કોઈ આગાહી નથી
30 થી એક જૂન સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ક્યાંય પણ ચેતવણી આપવામાં આવી નથી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી
ઉત્તર ગુજરાતમાં કરાયી આગાહી
weather forecast : હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. જોકે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે થી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે.
આગામી ત્રણ ચાર દિવસ વરસાદની આગાહી નહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3-4 દિવસ માટે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતનું હવામાન ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં 3 દિવસ માટે આંધી વંટોળ જોવા મળશે. ત્રણ દિવસ માટે ગુજરાતના મહત્તમ ભાગોમાં 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સુકાઈ શકે છે.
આ પણ વાંચો : 28, 29 અને 30 તારીખોમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ એ જણાવ્યું છે કે, રેમલ વાવાઝોડા નો ભેજ અને અરબ સાગર ના ભજન ના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર માં ડિપ્રેશન બનવાની શક્યતા છે.
આજે ગુજરાતના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.