આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
forecast of rain : આખા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી. એકાદ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કેટલીક જગ્યાઓ પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા નથી. અહીં હવામાન ડ્રાય રહેવાની શક્યતા છે.
પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે?
અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહી શકે છે. ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાંચ દિવસમાં બાદ ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ( forecast of rain )
જેની સાથે જ કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 34 થી 36 ડિગ્રી સુધી રહી શકે છે.
હાલમાં અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહિવત છે. છુટાછવાયો વરસાદ થઈ શકે છે.
હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ
ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?
હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી!
આવનારા પાંચ દિવસમાં ગુજરાતમા વધારે વરસાદની શક્યતા નથી. ઉત્તર ગુજરાતમાં ક્યાંક એકાદ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.
હાલ એવી કોઇ મોનસૂન સિસ્ટમ એક્ટિવ નથી જે ગુજરાતને વરસાદ આપી શકે.ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘણું વધારે છે અને તાપ પણ છે.
જેના કારણે કોઇક કોઇક જગ્યાએ સામાન્યથી હળવો વરસાદ થઇ શકે છે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદ થઇ શકે છે.
ગુજરાત માંથી ચોમાની વિદાય?
હવામાન વિભાગે વરસાદની વિદાય અંગે જણાવ્યુ કે, સાઉથ વેસ્ટ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. વધુ વિડ્રોઅલ માટે પણ પરિસ્થિતિ યોગ્ય છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, બુધવારે રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે અને ચોથા દિવસથી ગુજરાત ડ્રાય થઇ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી: ચોમાસાની વિદાય
ચોમાસાની વિદાય અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, ચોમાસાના વિદાયની પ્રક્રિયા 25 સપ્ટેમ્બર પછી શરૂ થશે. જોકે, ચોમાસુ વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. કારણ કે, અરબ સાગરમાં 28મી તારીખે સિસ્ટમ સક્રિય થશે.
26 થી 29 તારીખ સુધી વરસાદી માહોલ
જેના કારણે 26થી 29 તારીખ સુધી બે દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં રહેશે.આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ, ગરમીનું જોર વધશે અને ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે.