Forecast of rain – સૌરાષ્ટ્રમાં આજે પવન સાથે વરસાદની આગાહી: ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે, જાણો ક્યાં ખાબકશે
ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે.
વલસાડ, તાપી, ડાંગમાં પડી શકે વરસાદ
હવામાન વિભાગ દ્વારા જણાવાયા અનુઆર સમગ્ર સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે મેઘમલ્હાર થઈ શકે છે અને દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
સારબકાંઠા,પાટણ, જામનગરમાં આગાહી
આ ઉપરાંત આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શકયતા વ્યક્ત કરાઈ છે.અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા,પાટણ, જામનગર સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાઇ શકે છે.
વરસાદ અંગે અંબાલાલ પટેલે કહ્યું કે..
બીજી તરફ વરસાદના ચોથા રાઉન્ડ અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.
ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના
તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
Forecast of rain – Forecast of rain with wind in Saurashtra today: Meghraja will strike in many districts of Gujarat, know where it will blow
The rains have taken a break in Gujarat for a few days. The farmers coming out of Varap are also engaged in their work. In the midst of such a situation, another forecast is being made by the Meteorological Department regarding rain. According to the Meteorological Department, there may be light to moderate rain in the state today. Today the climate of most areas of the state may change.
It may rain in Valsad, Tapi, Dang
According to the Meteorological Department, there is a possibility of rain with wind in entire Saurashtra. On the other hand, due to this forecast, changes are also being seen in the environment of cities including Jamnagar, Rajkot. Apart from this, moderate rains may also occur in Valsad, Tapi, Dang, Surat, Navsari, Narmada. Apart from this, there may be cloudy weather today in Bharuch, Vadodara, Chhotaudepur and rainy weather will also be seen in Dahod, Panchmahal, Kheda.
Forecast in Sarabkantha, Patan, Jamnagar
Apart from this, scattered rains have been expressed in Anand, Ahmedabad, Mehsana, Gandhinagar and rains have also been expressed in Aravalli, Mahisagar, Sabarkantha. States including Amreli, Junagadh, Gir Somnath, Aravalli, Mahisagar, Sabarkantha, Rajkot, Porbandar, Banaskantha, Sarabkantha, Patan, Jamnagar Rain can be recorded in most areas today.
Regarding the rain, Ambalal Patel said that..
On the other hand, while talking about the fourth round of rain, Ambalalal Patel said that till next August 15, there is a possibility of light rain in different parts of the state. So there is a possibility of rain in some parts of the state even during Janmashtami. It will rain from Shravan month till Bhadarwa month. Along with this, he has said that there is a possibility of a reversal in the weather of the country from 15th August.
Rain system likely to activate again
He has said that Gujarat may receive good rains from August 20 to the beginning of September. After the wind speed slows down, there is a possibility of the rain system becoming active again. They have told that, for the farmers, there is a lot of trouble, there will be rains. After the wind subsides, a system will form for rain. Let us tell you that some other meteorologists have predicted heavy rains between 19th to 21st August during the fourth round of rains.