ઘેલીચિત્રા નક્ષત્ર : સૂર્યનારાયણનું આ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 11/10/2023 થી થશે. સૂર્યનારાયણનું આ નક્ષત્રમાં ભ્રમણ તારીખ 23/10/2023 સુધી રહેશે. વાર બુધવાર ને સવારે 8:01 કલાકે ઘેલીચિત્રા નક્ષત્ર બેસશે. ઘેલી ચિત્રા નક્ષત્ર નું વાહન ઉંદરનું છે.
હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ
પ્રથમ માવઠાની આગાહી: 13 થી 16 તારીખ સુધીની આગાહી, વાવાઝોડાની આગાહી
ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?
લોકવાયકા
‘એક વાર ઘેલી ચિત્રા નક્ષત્રએ 999 નદીઓનું સર્જન કર્યું હતું’
જૂના લોકોનું માનીએ તો ઘેલીચિત્રા નક્ષત્ર દરમિયાન એક વર્ષે એટલો વરસાદ પડ્યો હતો કે 999 નદીઓનું સર્જન થઈ ગયું હતું. તેના પર થી તમે અંદાજો લગાવી શકો છો કે આ ઘેલી ચિત્રા નક્ષત્રમાં કેટલો ભયાનક વરસાદ વરસી શકે છે. (આ એક લોકવાયકા છે. આવું ક્યારેક સંજોગ વશ થતું હોય છે.)
આ નખત્રમાં વરસાદના જોગ
મોટા ભાગે ઘેલી ચિત્રા નક્ષત્રમાં ચોમાસાની વિદાય રાજ્યમાંથી થઈ જતી હોય છે તેથી વરસાદની સંભાવના નહિવત જોવા મળતી હોય છે. તેમ છતાં પણ વાતાવરણમાં અસ્થિરતા સર્જવાને કારણે કારણે માવઠા સ્વરૂપે અમુક વિસ્તારોમાં મધ્યમ હળવો વરસાદ જોવા મળતો હોય છે.
શું વાવાઝોડુ આવશે?
અરબી સમુદ્રના વાવાઝોડાની વાત કરીએ તો આગાહી બાદના સમય અરબી સમુદ્રમાં હલનચલન જોવા મળશે. પણ આ અરબી સમુદ્ર છે. એ શું કરશે એ અગાઉથી કંઈ નક્કી ના કહી શકાય. એ વારંવાર જણાવ્યું છે. એટલે અગાઉથી કોઈ ડરાવે તો ડરવું નહીં.