હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી
Cyclone Tej : છેલ્લા ઘણા સમયથી વાવાઝોડું(Cyclone Tej) આવવાના સમાચાર જોવા મળી રહ્યા છે. ત્યારે વાવાઝોડા અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ વાવાઝોડા અંગે જણાવતા કહ્યું છે કે, અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થય રહી છે. જે આગામી 21 તારીખે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.
વરસાદની આગાહી: નવરાત્રીના આગામી દિવસો કેવા રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી
અરબ સાગરમાં ફરી વાવાઝોડું! આગામી 24 કલાકમાં વધુ સ્પષ્ટ થશે સ્થિતિ, જાણો શું છે સ્કાયમેટની આગાહી
ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ
વાવાઝોડું આવશે કે નહિ?
હવામાન વિભાગ જણાવે છે કે, આ વખતે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ મધ્યમમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થય છે. ત્યારે આગામી 24 કલાક પછી સિસ્ટમ વધુ મજબૂત બનશે તેવી શક્યતા છે.
તેઓ વધુમાં જણાવે છે કે, ડિપ્રેશન બાદ ડિપ ડિપ્રેશન બને તો વાવાઝોડું આવવાની શક્યતા વધી શકે છે. મોટે ભાગે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા વધુ જણાય રહી છે. આ લો-પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી અપડેટ મેળવી રહ્યુ છે.
હવામાન વિભાગે આપી ચેતવણી!
આ ઉપરાંત હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપે માછીમારોને સૂચના આપી છે. તેમણે જણાવ્યુ છે કે, માછીમારો બને તો અરબ સાગર માં ખેડવા ન જાય. જે એરિયામાં લો પ્રેશર વિસ્તાર છે અથવા જે વિસ્તારમાં ડિપડિપ્રેશનની અસર થવાની છે તે વિસ્તારમાં માછીમારો ના જાય.
ત્યારબાદ 21 તારીખ પછી જ્યારે ડિપ્રેશન જાહેર કરી દેવામાં આવે ત્યારપછી મોટા વહાણ પણ તે વિસ્તાર આજુબાજુ ના જાય. (Credit: windy.com)
હવામાન વિભાગે ગુજરાત પર વાવાઝોડા(Cyclone Tej)ની અસર અંગે જણાવતા કહ્યુ છે કે, ગુજરાત પર અસર અંગે હાલ કહેવું વહેલું છે. ગુજરાતના દરિયાકિનારે કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી. વરસાદ થવાની પણ કોઈ શક્યતા નથી. વાતાવરણમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા પણ નથી.