gujarat so decide how the monsoon will be learn from ambalal patel
આ વર્ષનું ચોમાસુ કેવું રહેશે તેની કેટલીક માન્યતાઓ છે. જેવી કે વળીની ઝાડ પરથી અખાતી ત્રીજના પવન પરથી વરદારો કાઢવામાં આવે છે. તેમજ જૂની અને જાણીતી પ્રચલિત માન્યતા ટીટોડીના ઈંડા પરથી આવનારો ચોમાસું કેવું રહેશે એનો અંદાજ લગાડવામાં આવે છે. શું મિત્રો તમને ખબર છે, ટીટોડી સિવાય પણ બીજી કેટલીક એવી માન્યતાઓ છે. જેના આધારે નિષ્ણાંતો આવનારા ચોમાસાનું તારણ કાઢતા હોય છે. એવામાં ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત આંબાલાલ પટેલે આવી જ કેટલીક માન્યતાઓ અને તેના પાછળના કારણો અંગે વિગતવાર અનુમાન જાહેર કર્યું છે.
પાનખર ઋતુના આધારે અનુમાન
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર પાનખર ઋતુમાં ઝાડના પાંદડા અડધા ખરે અને અડધા ન ખરે તો આવનારો ચોમાસું નબળું રહી શકે છે.
કરોળિયાના ઝાળાથી વરતારો
આંબાલાલ ના મતે ચોમાસાની આસપાસ વડના ઝાડની બખોલમાં કરોળિયા ઝાળા બનાવે તો ચોમાસામાં યોગ્ય સારો વરસાદ પડવાની સંભાવના ઘટી શકે છે. એટલે કે આવનારો ચોમાસુ નબળું રહી શકે છે.
ખીજડાના ઝાડ પરથી ચોમાસાનો વરતારો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ના મતે ખીજડાનું ઝાડ વધારે પડતું ફુલે ફાલે તો પણ ચોમાસામાં વરસાદ બરાબર પડતો નથી. ખીજડાના બધા પાન ખરી જવા જોઈએ, ખીજડો વાતાવરણના હવામાંથી પેજ ખેંચે છે. એવામાં જો ખીજડાના પાંદડા ખરી પડે તો ખીજડાયે હવામાંથી ભેજ વધારે પ્રમાણમાં ખેંચી લીધો છે, એવું માની શકાય.
વડની વડવાઈઓ પરથી ચોમાસાનું આગમન
અંબાલાલ પટેલ ના મતે વડલા ની વડવાઈઓ ફૂટે અને વેત સવા વેતની થાય અને એ સુકાઈ નહીં ત્યાં સુધીમાં ચોમાસુ શરૂ થઈ જાય છે. હજુ વડમાં વડવાઈઓ ફૂટી નથી. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ વડમાં વડવાઈઓ ફૂટવાનું શરૂ થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાનની સ્થાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બે જૂને દરિયા કિનારા અને અન્ય વિસ્તારોમાં ઘુળની ડમરી અને ભારે પવન ફુકાવાની શક્યતા રહેલી છે. ૪ જૂન અને ૫ જૂને પવન અને વંટોળથી આવનારા ચોમાસાની સરી પોકારતા વાદળો આવશે અને રોહિણી નક્ષત્ર નો વરસાદ અમુક વિસ્તારોમાં થવાની શક્યતા રહેલી છે. ૭ જૂન અને ૮ જુને દરિયાની અંદર પવનનું જોર બદલાવ જોવા મળશે અને ધીમે ધીમે સમય વાહી પ્રવાહ જોર પકડશે. 10 જુનની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 14, 15 અને 17,18 જૂને ચોમાસાની ગતિવિધિ વધશે.
15 થી 20 જૂને ચોમાસાની શક્યતા છે. જેમાં ખાસ કરીને 22 જુનથી ચોમાસુ વધુ સક્રિય થવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં 15 થી 30 જૂનમાં ચોમાસુ બેસી જશે. કેરળ કઠે 5 થી 6 જુનની આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા રહેશે. પરંતુ પવવનું જોર 2 અને 3 તારીખમાં રહી શકે.
આ ૫ાણ વાચો: રોહિણી નક્ષત્ર પરથી ચોમાસાના સંકેત? જાણો અંબાલાલ પટેલનું શુ કહેવું
gujarat so decide how the monsoon will be learn from ambalal patel
There are some beliefs about how this year’s monsoon will be. Just as vardaras are extracted from a tree by the wind of the gulf third. Also, an old and well-known popular belief is that the upcoming monsoon is predicted from the eggs of the Titodi. Do you know friends, there are some other superstitions apart from TTOD. On the basis of which the experts conclude the coming monsoon. Among the well-known experts of Gujarat, Ambalal Patel has revealed detailed predictions about some such beliefs and the reasons behind them.
Prediction based on autumn season
According to meteorologist Ambalal Patel, if the leaves of the trees fall half and half do not fall in the autumn season, the coming monsoon may be weak.
Treat spider mites
According to Ambalal, if spiders make nests in the hollows of banyan trees around the monsoons, the chances of good rainfall in the monsoons may decrease. That means the coming monsoon may be weak.
Monsoon winds from nettle trees
According to meteorologist Ambalal Patel, even if the kijda tree blossoms excessively, rain does not fall properly in monsoon. All nettle leaves should fall, nettles draw leaves from the air in the atmosphere. In such a case, if the nettle leaves fall, then it can be assumed that the nettle has taken more moisture from the air.
Arrival of Monsoon from Vadani Vadvaii
According to Ambalal Patel, Monsoon starts by the time the wadla flowers burst and the wet season becomes wet and it does not dry up. The pods have not yet sprouted. As the monsoon approaches, the pods will begin to sprout.
Meteorologist Ambalal Patel’s forecast
Well-known weatherman Ambalal Patel has said that on June 2, there is a possibility of dust storms and heavy winds blowing in sea coast and other areas. On June 4 and June 5, winds and whirlwinds will bring clouds calling for monsoon rains and Rohini Nakshatra rain is likely to occur in some areas. On June 7 and June 8, there will be a change in the strength of the wind in the sea and gradually the current will pick up. Rain is likely in some areas around June 10. Monsoon activity will increase on June 14, 15 and 17, 18.
Monsoon is likely from June 15 to 20. In which there is a possibility of monsoon becoming more active especially from June 22. Monsoon will set in Gujarat from 15 to 30 June. Monsoon is likely to set in Kerala around 5 to 6 June. But the force of wind may remain in 2nd and 3rd date.