ગુજરાતનું હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

gujarat weather report : નવા વર્ષ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) અને પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) કરેલી આગાહી જોઇએ. તે પરથી આપણને અનુમાન થશે કે, આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે.

varsad aagahi

હવામાન નિષ્ણાત પરેશ સ્વામીની આગાહી

gujarat weather report : ગુજરાતના જાણીતા હવામાન પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે, અરબી સમુદ્રની અસ્થિરતા રાજ્ય થી ઘણી દૂર છે. પરંતુ 11 તારીખ સુધીમાં આ અસ્થિરતા ગુજરાતને નજીક પહોંચે શક્યતા છે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. જોકે આ માવઠા માટેનું લાંબુ અનુમાન કહેવાય આમાં ફેરફાર થવાની ઘણી શક્યતાઓ છે. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, 11 તારીખ સુધીનો આ સેશન ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે. આ સાથે પરેશ ગોસ્વામી એ એમ પણ જણાવ્યો છે કે, આ માવઠાને ત્રિવ્રતા વધારે નહીં જોવા મળે. તેનાથી ચોમાસુ પાકના પાછોતરું હાર્વેસ્ટિંગમાં નુકસાન થવાની શક્યતા રહેશે નહીં.

ક્યા ક્યા વિસ્તારમાં માવઠાની શક્યતા?

પરેશ ગોસ્વામી એ રાજ્યમાં માવઠા અંગે જણાવ્યું હતું કે, 11 નવેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. આ માવઠાથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં સૌથી વધુ પ્રભાવિત થશે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તે અંગે પણ માહિતી આપી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને જૂનાગઢના અમુક વિસ્તારો માં માવઠાની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં માવઠાની શક્યતા વધારે રહેશે. આ વિસ્તારોમાં છુટા છવાયા અને હળવા માવઠા પડવાની શક્યતા છે.

પ્રથમ માવઠાની આગાહી: 13 થી 16 તારીખ સુધીની આગાહી, વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 14 થી 16 તારીખે દરમિયાન હવાનો હળવો દબાણ ઊભો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બર થી ડિસેમ્બર સુધીમાં ભારત ચક્રવાત સર્જાવાની પણ સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ કારણે ગુજરાતના હવામાનને પણ તેની અસર થવાની શક્યતા દર્શાવી છે. દિવાળીના તહેવારો દરમિયાન હવામાન અંગે વાત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબ સાગરનો ભેજ આવવાની શક્યતા છે. આ સાથે એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે તે માહિતી આપી છે. ડિસેમ્બર મહિનાથી આની અસર વધતી જશે. જેના લીધે વાદળ વાયુ ની અસર વધારે થશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડી રહેવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment