આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, જાણો શું છે મોટું કારણ?

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત ઉપજ ની આવક

price of cotton this year : દિવાળીના મીની વેકેશન બાદ માર્કેટ યાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે. કપાસના ભાવમાં ગત વર્ષ કરતા 150 થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહે છે. હાલમાં માર્કેટ યાર્ડની ખાતે રોજની 20 થી 25 ગાડી કપાસની આવકો થઈ રહી છે.

ખેડૂતો પર પડતા પર પાટુ

હાલ રાજ્યના ખેડૂતો પોતાના ખેતીની ઉપજ નો મોલ માર્કેટિંગ યાર્ડના ખાતે વેચવા માટે આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસ રાઈડ એરંડા સહિત પાકના મોલનું ખરીદ વેચાણ ખૂબ જ જોશમાં ચાલી રહ્યું છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડા ના કારણે કપાસના વાવેતરમાં મોટી નુકસાની થવા પામે છે. જેને લઇ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાતા ખેડૂતો પર પડતા પર પાટુ જેવો જેવો ઘટ ઘડાયો છે. તો આ બચેલો કપાસ નો માલ પાટણ માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લઈ જતા ખેડૂતોને ભાવ પણ નીચા મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તો હાલ ચાલુ વર્ષે કપાસના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે.

શું કપાસની બજારમાં તેજી આવશે કે મંદી? જાણો આજના કપાસના બજાર ભાવ

ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો

ગત વર્ષે ખેડૂતોને કપાસના ભાવ 1600 થી 1750 રૂપિયા સુધી મળી રહ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને સારા કપાસના ભાવ 1350 થી 1400 રૂપિયાનો મળી રહ્યો છે. જેમાં ખેડૂતોના ખેડ ખાતર તેમજ મજૂરી પણ નીકળે તેમ નથી કપાસનો ભાવ 1500 થી 1,600 થાય તો ખેડૂતોને પોસાય તેમ છે .

ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

price of cotton this year : ઘણા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાવ તળિયે ગયા હોવાથી ખેડૂતો જણાવી રહ્યા છે કે, વરસાદ અને વાવાઝોડા ના કારણે ખેતી પાકોને ભારે નુકસાન ગયું છે. ગત વર્ષે કપાસ નો ભાવ સારા હતા એના કરતાં પણ ચાલુ વર્ષે 150 થી 200 રૂપિયાનો ઓછા છે. હાલ ખેડૂતોને 1500 થી વધુ નો ભાવ મળે તો ખેડૂતોને પહોંચાય તેમ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment