Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪
આજે આપણે ગુજરાતી કેલેન્ડર વિશે વાત કરીશું. ગુજરાતમાં કેલેન્ડરનું મહત્વ ખુબ જ છે. દિન-પ્રતિદિન આવતા વાર, તહેવાર, ઉજવણી, તારીખ અને ચોઘાડીયાની માહિતી કેલેન્ડર દ્વારા મેળવી શકાય છે. એમાં પણ માતૃભાષામાં “ ગુજરાતી કેલેન્ડર 2024 ” મળે તો ખૂબ સારી બાબત કહેવાય. તમે કેલેન્ડર (Calendar 2024) માં વિવિધ માહિતી મેળવી શકો છો. જેવી કે, પંચાંગ, નક્ષત્ર, દિવસની તિથી, જાહેર રજાઓ, બેંકમાં મળતી રજાઓ , વ્રત કથાઓ, જન્મ રાશી, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, ચોઘડિયા, વિંછુડો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.
ગુજરાતી કેલેન્ડર 2024 | Gujarati Calendar 2024
હવે નવું વિક્રમ સંવત 2080-2081 ચાલુ થઈ ગયેલ છે. ગુજરાતી કેલેન્ડર વિશે વિગતવાર માહિતી મેળવીશું. જેમાં તમે દિવસના ચોઘડિયા, તિથિ, એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, અમાવસ્યા, જાહેર રજાઓ, તહેવારો, બેંક રજાઓ વગેરે માહિતી મેળવીશું. આ માટે તેઓ તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ ખરીદે છે.
જાન્યુઆરી 2024 ના તહેવારો-મહત્વના દિવસો | January 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૧ સોમવાર -ખ્રિસ્તી નૂતન વર્ષ
૦૪ ગુરુવાર - કાલાષ્ટમી
૦૭ રવિવાર - સફલા એકાદશી
૧૧ ગુરુવાર - અમાવસ્યા
૧૨ શુક્રવાર - ચંદ્રદર્શન
૧૩ શનિવાર - બેન્ક હોલીડે
૧૫ સોમવાર - મકરસંક્રાતિ, લોહરી, બેન્ક હોલીડે
૧૬ મંગળવાર - વાસી ઉત્તરાયણ
૧૭ બુધવાર - ગુરુ ગોવિંદ સિંહ જયંતિ
૧૮ ગુરુવાર - દુર્ગાષ્ટમી
૨૧ રવિવાર - પોષ પુત્રદા એકાદશી
૨૩ મંગળવાર - સુભાષ ચંદ્ર બોઝ જયંતી
૨૫ ગુરુવાર - માઘસ્નાન પ્રારંભ, પૂર્ણિમા
૨૬ શુક્રવાર - પ્રજસત્તાક દિન
૨૭ શનિવાર - બેન્ક હોલીડે
ફેબ્રુઆરી 2024 ના તહેવારો-મહત્વના દિવસો | February 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૨ શુક્રવાર - કાલાષ્ટમી, સ્વામી વિવેકાનંદ જયંતિ
૦૬ મંગળવાર - ષટતિલા એકાદશી
૦૯ શુક્રવાર - અમાવસ્યા
૧૦ શનિવાર - બેન્ક હોલીડે
૧૧ રવિવાર - ચંદ્રદર્શન
૧૩ મંગળવાર - ગણેશ જયંતિ
૧૪ બુધવાર - વસંત પંચમી
૧૭ શનિવાર - દુર્ગાષ્ટમી
૨૦ મંગળવાર - જયા એકાદશી
૨૨ ગુરુવાર - વિશ્વકર્મા જયંતિ
૨૪ શનિવાર - માઘસ્નાન સમાપ્ત, પૂર્ણિમા, બેન્ક હોલીડે
માર્ચ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | March 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૩ રવિવાર - કાલાષ્ટમી
૦૬ બુધવાર - વિજયા એકાદશી
૦૮ શુક્રવાર - મહાશિવરાત્રી
૦૯ શનિવાર - બેન્ક હોલીડે
૧૦ રવિવાર - અમાવસ્યા
૧૧ સોમવાર - ચંદ્રદર્શન
૧૭ રવિવાર - દુર્ગાષ્ટમી
૨૦ બુધવાર - આમલકી એકાદશી
૨૩ શનિવાર - બેન્ક હોલીડે
૨૪ રવિવાર - હોલિકા દહન
૨૫ સોમવાર - ધુળેટી, પૂર્ણિમા, ચંદ્રગ્રહણ
૨૯ શુ ક્રવાર - ગુડ ફ્રાઈડે
એપ્રિલ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | April 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૧ સોમવાર - શીતળા સાતમ
૦૨ મંગળવાર - કાલાષ્ટમી
૦૫ શુક્રવાર - પાપમોચની એકાદશી
૦૮ સોમવાર - ચૈત્ર અમાવસ્યા, સોમવતી અમાસ, સૂર્યગ્રહણ
૦૯ મંગળવાર - ગુડી પડવો, ચૈત્ર નવરાત્રિ, ચંદ્રદર્શન
૧૦ બુધવાર - રમઝાન-ઈદ, ચેટીચાંદ, બેન્ક હોલીડે
૧૧ ગુરુવાર - ગૌરીપૂજા
૧૩ શનિવાર - બેન્ક હોલીડે
૧૪ રવિવાર - ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ
૧૬ મંગળવાર - દુર્ગાષ્ટમી
૧૭ બુધવાર - શ્રી રામનવમી
૧૯ શુક્રવાર - કામદા એકાદશી
૨૧ રવિવાર - ભગવાન મહાવીર જયંતિ (જન્મ કલ્યાણ)
૨૨ સોમવાર - હાટકેશ્વર જયંતિ
૨૩ મંગળવાર - હનુમાન જયંતિ, પૂર્ણિમા
૨૭ શનિવાર - બેન્ક હોલીડે
મે 2024 ના તહેવારો-મહત્વના દિવસો | May 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૧ બુધવાર - ગુજરાત સ્થાપના દિવસ, કાલાષ્ટમી
૦૪ શનિવાર - વરુથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતિ
૦૮ બુધવાર - અમાવસ્યા
૦૯ ગુરુવાર - ચંદ્રદર્શન
૧૦ શુક્રવાર - અખાત્રીજ, અક્ષય તૃતીયા, શ્રી પરશુરામ જયંતિ
૧૧ શનિવાર - બેન્ક હોલીડે
૧૨ રવિવાર - શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
૧૪ મંગળવાર - ગંગા પૂજન
૧૫ બુધવાર - દુર્ગાષ્ટમી
૧૯ રવિવાર - મોહિની એકાદશી
૨૧ મંગળવાર - નૃસિંહ જયંતિ
૨૩ ગુરુવાર - બુદ્ધ પૂર્ણિમા, કુર્મ જયંતિ
૨૪ શુક્રવાર - શ્રી નારદ જયંતિ
૨૫ શનિવાર - બેન્ક હોલીડે
૩૦ ગુરુવાર - કાલાષ્ટમી
જૂન 2024 ના તહેવારો-મહત્વના દિવસો | June 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૨ રવિવાર - અપરા એકાદશી
૦૬ ગુરુવાર - વટસાવિત્રી વ્રત, અમાવસ્યા
૦૭ શુક્રવાર - ચંદ્રદર્શન
૦૮ શનિવાર - બેન્ક હોલીડે
૧૪ શુક્રવાર - દુર્ગાષ્ટમી
૧૬ રવિવાર - ગંગા દશેરા
૧૭ સોમવાર - બકરી-ઈદ, ગાયત્રી જયંતિ
૧૮ મંગળવાર - ભીમ અગિયારસ, નિર્જળા એકાદશી
૨૨ શનિવાર - પૂર્ણિમા, બેન્ક હોલીડે
૨૮ શુક્રવાર - કાલાષ્ટમી
જુલાઈ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | July 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૨ મંગળવાર – યોગિની એકાદશી
૦૫ શુક્રવાર – અમાવસ્યા
૦૭ રવિવાર – ભગવાન જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન
૧૩ શનિવાર – બેન્ક હોલીડે
૧૪ રવિવાર – દુર્ગાષ્ટમી
૧૭ બુધવાર – દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, મોહરમ (આસુરા), ચાતુર્માસ પ્રારંભ, શાક વ્રત પ્રારંભ
૧૮ ગુરુવાર – જયા પાર્વતી વ્રત
૨૦ શનિવાર – કોકિલા વ્રત
૨૧ રવિવાર – ગુરુ પૂર્ણિમા, ગૌરીવ્રત સમાપ્ત, વ્યાસ પૂજન
૨૭ શનિવાર – બેન્ક હોલીડે
૨૮ રવિવાર – કાલાષ્ટમી
૩૧ બુધવાર – કામિકા એકાદશી
ઓગસ્ટ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | August 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૪ રવિવાર - હરિયાળી અમાસ, દિવસો, અમાવસ્યા
૦૫ સોમવાર - ચંદ્રદર્શન
૦૬ મંગળવાર - મંગળા ગૌરી વ્રત
૦૯ શુક્રવાર - નાગપાંચમ
૧૦ શનિવાર - બેન્ક હોલીડે
૧૧ રવિવાર - તુલસીદાસ જયંતિ
૧૩ મંગળવાર - દુર્ગાષ્ટમી
૧૫ ગુરુવાર - સ્વતંત્રતા દિવસ, પારસી નૂતન વર્ષ
૧૬ શુક્રવાર - શ્રાવણ પુત્રદા એકાદશી, શાકવ્રત સમાપ્ત
૧૯ સોમવાર - રક્ષાબંધન, શ્રાવણ પૂર્ણિમા
૨૩ શુક્રવાર - બોળચોથ
૨૪ શનિવાર - રાંધણ છઠ, બેન્ક હોલીડે
૨૫ રવિવાર - શીતળા સાતમ
૨૬ સોમવાર - શ્રી કૃષ્ણ જન્માષ્ઠમી, કાલાષ્ટમી
૨૭ મંગળવાર - નંદ મહોત્સવ
૨૯ ગુરુવાર - અજા એકાદશી
સપ્ટેમ્બર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | September 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૨ સોમવાર - ભાદ્રપદ અમાસ, અમાવસ્યા
૦૪ બુધવાર - મહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન
૦૫ ગુરુવાર - વરાહ જયંતિ
૦૬ શુક્રવાર - કેવડા ત્રીજ
૦૭ શનિવાર - ગણેશ ચતુર્થી, સંવત્સરી
૦૮ રવિવાર - ઋષિ પાંચમ
૧૧ બુધવાર - દુર્ગાષ્ટમી, ગૌરી પૂજા, મહાલક્ષ્મી વ્રત
૧૪ શનિવાર - વામન જયંતિ, જયંતિ એકાદશી, બેન્ક હોલીડે
૧૫ રવિવાર - ઓણમ
૧૬ સોમવાર - ઈદ-એ-મિલાદ, વિશ્વકર્મા પૂજા
૧૭ મંગળવાર - ગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી
૧૮ બુધવાર - ભાદ્રપદ પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
૧૯ ગુરુવાર - બીજનું શ્રાદ્ધ
૨૦ શુક્રવાર - ત્રીજનું શ્રાદ્ધ
૨૧ શનિવાર - ઈદ-એ-મૌલુદ, ચોથનું શ્રાદ્ધ
૨૨ રવિવાર - પાંચમનું શ્રાદ્ધ
૨૩ સોમવાર - છઠ અને સાતમનું શ્રાદ્ધ
૨૪ મંગળવાર - આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી
૨૫ બુધવાર - નોમનું શ્રાદ્ધ
૨૬ ગુરુવાર - દશમનું શ્રાદ્ધ
૨૭ શુક્રવાર - એકાદશીનું શ્રાદ્ધ
૨૮ શનિવાર - ઈન્દિરા એકાદશી, બેન્ક હોલીડે
૨૯ રવિવાર - બારસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
૩૦ સોમવાર - તેરસનું શ્રાદ્ધ
ઓક્ટોબર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | October 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૧ મંગળવાર – ચૌદસનું શ્રાદ્ધ
૦૨ બુધવાર – ગાંધી જયંતિ, અમાસનું શ્રાદ્ધ, અમાવસ્યા, સૂર્યગ્રહણ
૦૩ ગુરુવાર – નવરાત્રી પ્રારંભ
૦૪ શુક્રવાર – ચંદ્રદર્શન
૦૯ બુધવાર – સરસ્વતી આવાહન
૧૦ ગુરુવાર – સરસ્વતી પૂજા
૧૧ શુક્રવાર – મહા નવમી, દુર્ગાષ્ટમી
૧૨ શનિવાર – દશેરા, વિજ્યા દશમી, બેન્ક હોલીડે
૧૪ સોમવાર – પાશાંકુશ એકાદશી
૧૭ ગુરુવાર – શરદ પૂર્ણિમા, કોજાગરી વ્રત, વાલ્મિકી જયંતિ
૨૦ રવિવાર – કડવા ચોથ
૨૪ ગુરુવાર – કાલાષ્ટમી
૨૬ શનિવાર – બેન્ક હોલીડે
૨૮ સોમવાર – રમા એકાદશી, વાઘ બારસ
૨૯ મંગળવાર – ધનતેરસ
૩૧ ગુરુવાર – કાળી ચૌદશ, હનુમાન પૂજન, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ
નવેમ્બર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | November 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૧ શુક્રવાર – દિવાળી (દીપાવલી), લક્ષ્મી પૂજન, શારદા પૂજન, ચોપડા પૂજન, અમાવાસ્યા
૦૨ શનિવાર – નૂતન વર્ષ દિન (વિક્રમ સંવત 2081), ચંદ્ર દર્શન
૦૩ રવિવાર – ભાઈ બીજ
૦૬ બુધવાર – લાભ પાંચમ
૦૭ ગુરુવાર – છઠ પૂજા
૦૮ શુક્રવાર – શ્રી જલારામ જયંતિ
૦૯ શનિવાર – દુર્ગાષ્ટમી, બેન્ક હોલીડે
૧૦ રવિવાર – અક્ષય નવમી
૧૨ મંગળવાર – દેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી
૧૩ બુધવાર – તુલસી વિવાહ
૧૪ ગુરુવાર – જવાહરલાલ નહેરુ જયંતિ
૧૫ શુક્રવાર – દેવ દિવાળી, પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ
૨૨ શુક્રવાર – કાળભૈરવ જયંતિ
૨૩ શનિવાર – કાલાષ્ટમી, બેન્ક હોલીડે
૨૬ મંગળવાર – ઉત્પન્ના એકાદશી
ડિસેમ્બર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | December 2024 Gujarati Calendar
તારીખ વાર તહેવારનું નામ
૦૧ રવિવાર – અમાવસ્યા
૦૨ સોમવાર – ચંદ્રદર્શન
૦૮ રવિવાર – દુર્ગાષ્ટમી
૧૧ બુધવાર – શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી
૧૪ શનિવાર – દત્તાત્રેય જયંતિ, બેન્ક હોલીડે
૧૫ રવિવાર – પૂર્ણિમા, અન્નપૂર્ણા જયંતિ
૨૨ રવિવાર – કાલાષ્ટમી
૨૫ બુધવાર – નાતાલ, ક્રિસમસ
૨૬ ગુરુવાર – સફલા એકાદશી, બોક્સિંગ ડે
૨૮ શનિવાર – બેન્ક હોલીડે
૩૦ સોમવાર – અમાવસ્યા
૩૧ મંગળવાર – 31st ડિસેમ્બર