આજથી હાથીયો નક્ષત્ર : કયુ વાહન છે? આ નક્ષત્રમાં કોની કોની આગાહી છે?

WhatsApp Group Join Now
હસ્ત નક્ષત્ર

Hasta Nakshatra : હસ્ત નક્ષત્રને હાથીયા નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 27/09/2023 ના રોજ થશે. વાર બુધવાર ને સાંજના 6 ને 57 મીનીટે સુર્યનારાયણ પ્રવેશ કરશે. હાથીયા નક્ષત્ર સૂર્યનારાયણનું ભ્રમણ તારીખ 10/10/2023 સુધી કરશે. હાથી નક્ષત્રનું વાહન દેડકાનું છે.

આજથી ગુજરાતમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ, કોઈ સિસ્ટમ સક્રિય નથી’, પરેશ ગોસ્વામીએ કરી આકરી આગાહી

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?

લોકવાયકા

હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર

જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથીયો

હાથીયા નક્ષત્ર (Hasta Nakshatra) ભારે વરસાદનુ છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે. ત્યાર બાદ નાં (સ્વાતિ, ચિત્રા) નક્ષત્રોમાં માવઠા ગણવામાં આવે છે. હાથી નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકશાન કારક બંને ગણાઈ શકે છે. જેમ કે છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાક નુકસાન થઇ શકે છે. અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષ પાછળનો હાથિનો સારો વરસાદ ગણી શકાય છે.

વરસાદના યોગ

હાથી નક્ષત્રમાં અમુક વિસ્તારોમાં વીજળી પડવાના કિસ્સા પણ મળી આવતાં હોય છે. ઘણી વાર મિની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ નું આગમન થતું હોય છે. હાથી નક્ષત્રમાં બપોર બાદ થી સાંજના સમયગાળામાં વધારે વરસાદ પડતો હોય છે. જ્યાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડી જતો હોય છે. કહેવાઈ છે કે, હાથી ત્રણ પગ (3 દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ નાં પડે. અને ઘણી વાર છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે, હાથી પુછડી ફેરવતો ગયો. મતલબ ઘણી છેલ્લે વખત ભારે વરસાદ પડી જતો હોય છે. હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળતો હોય છે.

હાથીયો નક્ષત્રમાં પરેશ ગોસ્વામીની આકરી આગાહી

આગામી 27 અને 28 તારીખ દરમ્યાન ચોમાસુ વિદાય(monsoon departure in gujarat) લેવાની શરૂઆત થશે. ચોમાસુ વિદાય લેવાની જે પ્રક્રિયા છે. તે લગભગ 9 ઓક્ટોમ્બર સુધી ચાલશે તેવુ પરેશભાઇ ગોસ્વામીએ જણાવ્યુ છે. 9 ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે તથા દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે.

હાલ કોઈ સિસ્ટમ એકટીવ ન હોવાથી વરસાદની શક્યતાઓ નથી

હાલ જે બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રની જે સિસ્ટમ હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનાં સિસ્ટમનાં વરસાદની શક્યતાઓ નથી. પણ એક ચોક્કસથી ગણી શકાય કે હમણાં થોડા દિવસ પહેલા એક મોટી સિસ્ટમ આપણી પરથી પસાર થઈ છે. જેનાં કારણે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે બપોરે ગરમી તેમજ તાપમાનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

અંબાલાલ પટેલની આગાહી

ચોમાસાની વિદાય અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, ચોમાસાના વિદાયની પ્રક્રિયા 25 સપ્ટેમ્બર પછી શરૂ થશે. જોકે, ચોમાસુ વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. કારણ કે, અરબ સાગરમાં 28મી તારીખે સિસ્ટમ સક્રિય થશે.

26 થી 29 તારીખ સુધી વરસાદી માહોલ

જેના કારણે 26થી 29 તારીખ સુધી બે દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં રહેશે.આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ, ગરમીનું જોર વધશે અને ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment