હસ્ત નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

હસ્ત નક્ષત્ર

હસ્ત નક્ષત્ર ને હાથી નક્ષત્ર તારીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય નારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ વાર ગુરુવારના અને તારીખ 26/09/2024નાં રોજ થશે. આ નક્ષત્ર દરમિયાન મોરનું વાહન છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી : 25 થી 30 તારીખમાં ભારે વરસાદની આગાહી! ક્યાં-કેટલો વરસાદ ખાબકશે?

હસ્ત નક્ષત્રની લોકવાયકા

હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર

જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથીયો

હાથી નક્ષત્ર (Hasta Nakshatra) ભારે વરસાદનુ છેલ્લું નક્ષત્ર ગણવામાં આવતું હોય છે. ત્યાર બાદનાં સ્વાતિ અને ચિત્રા નક્ષત્રોમાં માવઠા તરીકે ગણવામાં આવે છે. હસ્ત નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકશાન કારક બંને ગણાઈ શકે છે. જેમ કે છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાક નુકસાન થતું હોય છે. અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષ પાછળનો હાથિનો સારો વરસાદ ગણાય છે.

આ પણ વાચો : 26, 27 અને 28 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કયાં જિલ્લામાં આગાહી?

હસ્ત નક્ષત્રનાં વરસાદના યોગ

હસ્ત નક્ષત્રમાં અમુક વિસ્તારોમાં વીજળી પડવાના કિસ્સા પણ મળી આવતાં હોય છે. ઘણી વાર મિની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ નું આગમન જોવા મળતું હોય છે. હસ્ત નક્ષત્રમાં બપોર બાદ થી સાંજના સમયગાળામાં વધારે વરસાદ નોંધાયો હોય છે. જ્યાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડી ખાબકતો હોય છે.

આ પણ વાચો : આજે 21 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં ખાબકશે વરસાદ!

હસ્ત નક્ષત્રની કહેવત

એવું કહેવાઈ છે કે, હાથી ત્રણ પગ (3 દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ પડતો નથી અને ઘણી વાર છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે, હાથી પુછડી ફેરવતો ગયો. મતલબ ઘણી છેલ્લે વખત ભારે વરસાદ જોવા મળતો હોય છે. હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ પડતો હોય છે.

હસ્ત નક્ષત્ર 2024

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હસ્ત નક્ષત્ર કયારે બેસે છે?

સૂર્ય નારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ વાર ગુરુવારના અને તારીખ 26/09/2024નાં રોજ થશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment