Heat wave forecast : ગુજરાતમાં કાલથી 6 દિવસ આગ ઝરતી ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની શક્યતા છે. જેના પગલે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 4 અને 5 એપ્રિલે પોરબંદરમાં જ્યારે 6 થી 8 એપ્રિલ દરમિયાન રાજકોટ અને પોરબંદરમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે આવતીકાલે રાજ્યના અમુક ભાગોમાં માવઠાની આગાહી અને વાદળછાયું વાતવારણ રહેવાની શક્યતા પણ છે.
આ પણ વાચો : 1, 2 અને 3 તારીખમાં ભારે આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા?
આગામી 6 દિવસ ભારે – Heat wave forecast
આગામી 6 દિવસ હીટવેવના પગલે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર આજે હીટવેવના પગલે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે 3 એપ્રિલના રોજ કચ્છ, જૂનાગઢ, રાજકોટમાં યલો અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું આવ્યું છે.
આ પણ વાચો : આજે 17 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો આજે ક્યાં કયા વરસાદ પડશે!
4 થી 8 એપ્રિલમાં ભારે એલર્ટ – Heat wave forecast
4 એપ્રિલ અને 5 એપ્રિલના રોજ જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં હીટવેવના પગલે યલો એલર્ટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 6 એપ્રિલ, 7 અને 8 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જૂનાગઢમાં હીટવેવના પગલે યલો એલર્ટ જ્યારે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતી કાલે ક્યાં કયા વરસાદની આગાહી
ગુજરાતના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, સુરત, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ભરૂચ, વડોદરા, આણંદ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ 3 એપ્રિલ સુધી હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતમાં કાલથી 6 દિવસ આગ ઝરતી ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.