Heavy cyclone : બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન 110 થી 120 કિમીની ઝડપે આવી શકે છે. અહીં 135 કિમીની ઝડપ પકડી શકે છે. મૌસમ વિભાગે 26 થી 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
27 અને 28માં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના અમુક ભાગમાં 27 અને 28 તારીખમાં ભારે વરસાદ પડી શકે છે. તોફાન આવતાની સાથે દરિયામાં 1.5 મીટર ઊંચા મોજા ઉછાળી શકે છે, જેનાથી તટીય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
આ પણ વાચો : આવતી કાલે ત્રાટકશે વાવાઝોડું! 100 થી 110ની ઝડપ સાથે તોફાની વરસાદ
હવામાન વિભાગે માછીમારોને બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં દરિયો ન ખેડવાન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના તટીય જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે. અહીં અમુક જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે.
ક્યાં ક્યાં વરસાદની આગાહી
Heavy cyclone : હવામાન વિભાગ મુજબ, તમિલનાડૂ, પુડુચેરી, કરાઈકલમાં 25-29 મેની વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે. કેરલ, માહે, તટીય આંધ્ર પ્રદેશ, યનમ, તટીય કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં 25 અને 26 મે, ઝારખંડમાં 25 થી 28 મે, બિહારમાં 26 થી 28 મે, ઉત્તરાખંડમાં 25 થી 29 મે દરમિયાન વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : 100 થી 120 કિમીની ઝડપે વાવાઝોડું, ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ભુક્કા બોલાવશે
આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય પ્રદેશ જેવા વિસ્તારમાં હીટવેવ જોવા મળી રહી છે. તો વળી પશ્ચિમ હિમાલયી વિસ્તાર, વિદર્ભ, છત્તીસગઢમાં પણ આગામી 4 થી 5 દિવસ દરમ્યાન હીટવેવ રહેવાની આગાહી છે. ચોમાસાની વાત કરીએ તો, હવામાન વિભાગે સારા સમાચાર આપતા જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગમાં આગળ વધી ગયું છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચીમ અને મધ્ય બંગાળની ખાડીના અમુક ભાગ અને પૂર્વોત્તર બંગાળની ખાડીમાં આગળ વધવાની શક્યતા છે. 31 મેના રોજ ચોમાસું કેરળમાં એન્ટ્રી કરી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય પ્રદેશ જેવા વિસ્તારમાં હીટવેવ જોવા મળી રહી છે. તો વળી પશ્ચિમ હિમાલયી વિસ્તાર, વિદર્ભ, છત્તીસગઢમાં પણ આગામી 4 થી 5 દિવસ દરમ્યાન હીટવેવ રહેવાની આગાહી છે.