Heavy rain alert issued : હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે આજે રાત્રે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કર્મા આવી છે.

આજે રાત્રે મેઘો મંડાશે!
આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે રાત્રે પણ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે રાજકોટ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 5, 6 અને 7 જુલાઈમાં પાણી પાણી કરી નાખશે! જાણો ક્યાં જિલ્લામાં કેવો વરસાદ પડશે
આવતી કાલે ક્યાં ક્યાં આગાહી?
આવતી કાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ આગાહી છે. આ ઉપરાંત સુરેનદ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અગત્યની લિંક – Heavy rain alert issued
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |