આજે ભારે વરસાદની આગાહી, મઘ્ય રાત્રે મેઘ મહેર – Heavy rain forecast today

WhatsApp Group Join Now

આજે ભારે વરસાદની આગાહી, મઘ્ય રાત્રે મેઘ મહેર – Heavy rain forecast today

મિત્રો આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘ મહેર થવાની શક્યતા છે.

આગામી 2 દિવસ અમુક જગ્યા પર હળવો વરસાદ અમુક જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે પાટણ સાબરકાંઠા ખેડા અમદાવાદ પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી વરસાદનું જોર ઘટી જવાની સંભાવના રહેલી છે. જોકે, કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો: આ વિસ્તારોમાં ખાબકશે ભારે વરસાદ, જુલાઈમાં ચોમાસાની જમાવટ

આવતીકાલે ભારે વરસાદની આગાહી

બે દિવસ બાદ વરસાદ વિરામ લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બે દિવસ બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરાપ જોવા મળશે. આ સાથે આવતીકાલે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં ભરૂચ નવસારી સુરત અને વલસાડનો સમાવેશ થાય છે  આ સિવાય અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ રહેલી છે.

સાત દિવસ સામાન્ય હળવો વરસાદ

રાજ્ય પર બનેલી ત્રણ જેટલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે મેઘ મહેર જોવા મળી રહે છે જોકે હવે આ સિસ્ટમો નબળી થવાથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થતો જશે આમ છતાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો અથવા સામાન્ય વરસાદ છે તે આગામી છ સાત દિવસ સુધી રહી શકે છે જેમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના તથા મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

Heavy rain forecast today, cloudy in the middle of the night

Friends, even today the possibility of heavy rain is being expressed in some parts of the state. Today there is a possibility of cloud cover in central Gujarat including North Gujarat.

For the next 2 days, light rain at some places and heavy to very heavy rain at some places is expected to remain the same. There are chances of heavy to very heavy rains in Anand and Bharuch. While there may be heavy rains in Patan, Sabarkantha, Kheda, Ahmedabad, Panchmahal and Vadodara. Apart from this, there is a possibility of rain in Gandhinagar also.

There is a possibility of reducing the intensity of rain in Saurashtra and Kutch from today. However, there is a possibility of light to moderate rain in some parts, in which there is a possibility of light rain in the areas of South Gujarat.

heavy rain forecast tomorrow

There is a possibility that the rain will stop after two days. After two days rain will be seen in many areas of the state. With this, there is a possibility of heavy rains in the southern part of the state tomorrow. In which Bharuch, Navsari, Surat and Valsad are included. Apart from this, there are possibilities of rain in Amreli and Bhavnagar.

normal light rain for seven days

Heavy cloud cover is being seen in Gujarat due to the formation of three systems over the state, however, due to the weakening of these systems, the areas of rain will continue to decrease, however, there are scattered or normal rains in some areas, which may last for the next six to seven days, including Ahmedabad and North Gujarat. The areas of Saurashtra and Central Gujarat are included.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.