Heavy rain : ગુજરાતમાં ચોમાસું સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, તાપી, ડાંગ, સુરત અને વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં છૂટોછવાયો વરસાદ થયો છે. ત્યારે આજે પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
આજે 4 જુલાઈના રોજ બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, વડોદરા, ખેડા, જામનગર, આણંદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, સુરત, તાપી, પોરબંદર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 5થી 10 જુલાઈમાં રીતસરનું આભ ફાટશે!! ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? પરેશ ગોસ્વામીની આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લી, જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, મહેસાણા, મહીસાગર, વલસાડ, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, જૂનાગઢ, જામનગર, કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે.

અગત્યની લિંક – Heavy rain
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |