Heavy rain : રાજ્યમાં નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ચોમાસાની વિદાય હજુ પૂર્ણ થઈ નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. આના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અનુમાન મુજબ, 24થી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરાઈ છે, જેમાં 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એટલે જાહેર કરાયું છે.

જોકે, 26 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ન હોવાથી ખેલૈયાઓની ચિંતા થોડી ઘટી છે.
આ પણ વાચો : આજે 13 જિલ્લા સાવધાન, ક્યાં ક્યાં વિસ્તારોમાં અત્યંતભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની ભારે આગાહી
IMDના જણાવ્યા અનુસાર, ઉત્તર-ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોમાં ઉપરી હવાનું ચક્રવાત પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર ફેલાયેલું છે. આ ઉપરાંત, 25 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ અને સંલગ્ન મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે 26 સપ્ટેમ્બરે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ ડિપ્રેશન 27 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે, જે ગુજરાતના હવામાન પર પણ અસર કરી શકે છે.
25 અને 26 તારીખે ક્યાં ક્યાં વરસદની શક્યતા છે
25 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા થોડી ઘટવાની આગાહી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં ગાજવીજની પણ શક્યતા છે. 26 સપ્ટેમ્બરે પણ આ જ વિસ્તારોમાં સમાન હવામાનની સ્થિતિ રહેવાની આગાહી છે.
આ પણ વાચો : Rain Alert: ગુજરાતમાં ફરીથી રેડ એલર્ટ! આગામી 3 કલાકમાં 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
27 થી 29 તારીખમાં ક્યાં વરસાદની આગાહી
જોકે, 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે. 28 અને 29 સપ્ટેમ્બરે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ સ્થિતિ નવરાત્રિના ગરબા આયોજનોને અસર કરી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાતના શહેરો જેવા કે સુરત, નવસારી અને વલસાડમાં ગરબા ગ્રાઉન્ડ્સ મોટી સંખ્યામાં ખેલૈયાઓને આકર્ષે છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |