Heavy rains expected : ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને ત્યારે આજે હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. 25, 26 અને 27 તારીખમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે.

25 તારીખે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
25 જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, સુરત, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. તેમજ ગાંધીનગર, ખેડા, આણંદ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ,સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
26 જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમજ પાટણ, મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, ગાંધીનગર, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આજે 27 જિલ્લા સાવધાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી
27 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
27 જૂનના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, પોરબંદર, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર, દમણ અને દાદરા અને નગર હવેલી અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

અગત્યની લિંક – Heavy rains expected
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |