રેડ એલર્ટ: આગામી 24 કલાક આ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

heavy rainfall forecast : ગુજરાતમાં ગઇકાલે 16 જૂન 2025થી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. સિઝનના પ્રથમ વરસાદે જ ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 24 કલાક રાજ્યના વિવિધ જિલ્લામાં મેઘો મૂશળાધર વરસી શકે છે.

અમદાવાદ, ભાવનગર, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની ચેતાવણી છે. જેના પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે અતિભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, આજે એટલે કે 17 જૂન 2025ના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, જૂનાગઢ અને પોરબંદરમાં જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જેના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોય યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાચો : આજે 16 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી

18 જૂન 2025ના રોજ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

heavy rainfall forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment