heavy rain : ચોમાસાની એન્ટ્રી થયાની સાથે જ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ ઘણા વિસ્તારોમાં પાણી પાણી કરી દીધા છે. સાથે ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ અપાયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી તારીખ 18, 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

18 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
18 જૂનના રોજ પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે રાજકોટ, બોટાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, છોટા ઉદેપુર, ભરૂચ, અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : રેડ એલર્ટ: આગામી 24 કલાક આ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી
19 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
19 જૂનના રોજ વલસાડ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, રાજકોટ, જામનગર, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર અને પોરબંદર સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
20 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
20 તારીખમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી 20 જૂનના રોજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, આણંદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, જામનગર, અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અગત્યની લિંક – heavy rain
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |