જુલાઈના અંત સુધી કેવું રહેશે ચોમાસું? ક્યાં ક્યાં જળ હોનાતર થશે? અંબાલાલ પટેલની આજની આગાહી

WhatsApp Group Join Now

Ambalal forecast for today : ગુજરાતમાં હાલ ચોમાસામાં શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે. આ સાથે તેમણે જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનવાનું જણાવ્યું છે.

બંગાળના ઉપસાગરમાં મોટું વહન સક્રિય થશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, 5 જુલાઈના રોજ વરસાદનું જોર જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં મોટું વહન બને છે. નવાઈની વાત એમ છે કે, મોન્સૂન ટ્રફ ઉપર નીચે ઉપર નીચે થયા કરે છે. તારીખ 6થી 12 સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભવના છે. જેમા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાચો : આજે રાત્રે આભ ફાટશે! 22 જિલ્લામાં અપાયું ભારે વરસાદનું એલર્ટ

આ વખતનું ચોમાસું બધે સરખું નથી

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલ નથી. આ વખતનું ચોમાસું બધે સરખું નથી.

ચોમાસાનું જોર ક્યારથી ઓછું થશે?

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 5 જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી. 16 તારીખ સુધી ચોમાસું સારું રહેશે. જે બાદ 17 અને 18 તારીખે ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે. આ સિસ્ટમને કારણે પુન વરસાદની શક્યતા રહેશે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે.

Ambalal forecast for today

અગત્યની લિંક – Ambalal forecast for today

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment