rain forecast : હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં પવન, વરસાદ અને ગરમી કેવી રહેશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અનુમાન જાહેર કર્યુ છે. તેના વિશે જાણીશું…
પરેશ ગોસ્વામીની નવી આગાહી
rain forecast : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, મે મહિનામાં ખૂબ ઊંચુ તાપમાન જોવા મળ્યુ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં 42 થી લઇને 46 ડિગ્રી જેટલું તાપમાન પહોચ્યું હતુ. જોકે, મેના છેલ્લા દિવસોમાં તાપમાન ઘટયું છે અને તાપમાન હાલ વધે તેવી કોઇ શક્યતા નથી. જૂન મહિના પહેલા અઠવાડિયાના અંતમાં એટલે કે 5 થી 10 જૂન સુધી 42 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. એટલે આપણને તાપમાનમાંથી તો છૂટકારો ચોક્કસ મળી ગયો તેમ જણાવ્યું છે.
આ પણ વાચો : આગામી 24 કલાક દેશમાં ક્યાં કયાં ભારે વરસાદની આગાહી
આ સાથે પરેશ ગોસ્વામી એ ભેજ અંગે જણાવતા કહ્યુ કે, અત્યારે ભેજનું પ્રમાણ વધ્યુ છે. જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જેમાં. આજથી થોડી રાહત મળે તેવી શક્યતા છે.
વાદળછાયુ વાતાવરણ જોવા મળશે!
પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઇને પશ્ચિમના પવનો થતા જોવા મળી રહ્યા છે. જેના કારણે તાપમાનમાં ઘટાડી થયો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. દરિયાકાંઠાના તમામ ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યુ છે. જેના 31 તારીખમાં કોઇક જગ્યાએ છાંટછૂટ થાય તેવી પણ શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 30 થી 4 તારીખમાં ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી, અંબાલાલ પટેલે કરી આગાહી
ભારે પવન ક્યાં સુધી ફૂકાશે? – rain forecast
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા 2 થી 3 દિવસમાં વધારો થયો છે. પવનની ગતિ નોર્મલ કરતા વધારે છે. હજી 31 મે સુધી પવનની ગતિ 25 થી 30 કિમીની જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 1 અને 2 જૂને પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે.
આ સાથે પરેશ ગોસ્વામી એ ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યુ છે કે, જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે. પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઇ ગયો છે. હવે આપણે 40 ડિગ્રીની અંદર તાપમાન આવી ગયુ છે એટલે વાવેતર માટે યોગ્ય સમય ગણી શકાય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
5 થી 10 જૂન સુધી 42 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. એટલે આપણને તાપમાનમાંથી તો છૂટકારો ચોક્કસ મળી ગયો તેમ જણાવ્યું છે.