હવામાન વિભાગની આગાહી
Gujarat weather report : ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થયા બાદ ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. પરંતુ હજી બપોરના સમયે કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે નવી આગાહી કરે છે.
બંગાળના ઉપસાગરના વાવાઝોડાથી ગુજરાતનું હવામાન કેવું પલટાશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, નોરતામાં વરસાદની રમઝટ બોલાવશે: અંબાલાલની મોટી આગાહી
હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ
હવામાન અને અંબાલાલની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે શનિવાર સુધીમાં એટલે કે, તારીખ 14 ઓક્ટોબર સુધીમાં હાલ રાજ્યમાં વરસાદ પડવાની કોઈ સંભાવના દેખાતી નથી. હાલ વાતાવરણ સુકુ રહેવાની સંભાવના છે. આ મન વિભાગની આગાહીના કારણે ક્રિકેટ રશિયાઓએ આશકારો અનુભવ્યો છે. કારણ કે, આ 14 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે શનિવાર સુધીમાં વરસાદની કોઈ સંભાવના રહેતી નથી. તો બીજી બાજુ આંબાલાલ પટેલે જણાવ્યું કે, 14 અને 15 ઓક્ટોબરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાલય, હરિયાણા અને રાજસ્થાનના ભાગોમાં કરા પડવાની શક્યતા છે. જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે.
વાદળછાયું વાતાવરણ રહેશે?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ 14 તારીખ પછી વેસ્ટન ડિસ્ટર્બન્સ બાદ તેની અસર જોવા મળશે. વાતાવરણ રહી શકે છે. તેમને જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. (Gujarat weather report)