weather of Gujarat : ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે અને ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે કોઇ હીટવેવ કે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી નથી. રાજ્યમાં આ સપ્તાહ હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના મોમસ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ ગુજરાત વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
આ સાથે તેમણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે.
અભિમન્યુ ચૌહાણે આજે જણાવ્યુ છે કે, તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીં. પરંતુ કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા જણાય રહી છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી, 2024નું ગુજરાતનું ચોમાસું કેવું રહેશે? કયારે બેસશે? કયારે વિદાઇ લેશે?
weather of Gujarat : પવનની દિશા અંગેની વાત કરતા હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યના દરિયાકાંઠાના દક્ષિણી વિભાગ પર હવા ઉત્તર પશ્ચિમ દિશામાં ફૂંકાતી જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર વિભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂકાઇ શકે છે. આ સાથે જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન જોવા મળી રહ્યા છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની 4 થી 8 એપ્રિલની આગાહી, ગુજરાતમાં ઘાટા વાદળો છવાશે!
હાલ ચાર દિવસ તાપમાન વધવાની શક્યતા નહીંવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તે પાછળનું કારણ જણાવતા કહ્યુ કે, અરબ સાગરમાં અપર એર તરફથી આવતા પવનોના કારણે તાપમાનમાં વધારાની શક્યતા હાલ નહીવત છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અમદાવાદ હવામાન વિભાગના મોમસ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ ગુજરાત વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.