કિશોરભાઈ ભાડજા દ્વારા પોતાની કોઠાસૂઝથી પ્રતિ વર્ષે વરસાદની આગાહી કરતા આવે છે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે તે એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના એટલે કે આકાશી ચિત્ર ના નામે ઓળખવામાં આવે છે. આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે. આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે. રોહિણી નક્ષત્ર માલના ગાડથી ઓળખાય છે. ચંદ્ર ને વસિયત એટલે કે વ્યાપારી કહેવા છે. મૃગશીર્ષ નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે.
2024 નું વર્ષ કેવું રહેશે?
અહીં ચિત્રમાં ખલદી જોતા વસિયત માલના ગાડાથી પાછળ દૂર ચાલે છે જેથી ખેડૂત ઉત્પાદન મધ્યમ સારું થાય વસિયત છોકરા થી દૂર ચાલે છે જે ખૂબ સારું અને માનવ માટે ભયમુક્ત સૂચવે છે વસિયત રખેવાળ ની નજીક અને સામું જોઈને ચાલે છે જેથી સરહદ ઉપર ઘર્ષણ થઈ શકે છે.
આ પણ વાચો : આજે 3 જિલ્લાઓમાં તીવ્ર વરસાદની ચેતવણી
વાવણી લાયક વરસાદ ક્યારે થશે?
કિશોરભાઈ ભાડજા : વાવણી લાયક વરસાદ એટલે કે સાર્વત્રિક વરસાદનું ચોમાસુ એક અઠવાડિયા પહેલા 12 જૂને થઈ શકે છે. ગુજરાતમાં તોફાની બેટિંગ સાથે ચોમાસુ આગમન થશે. આ વર્ષે જૂન મહિનામાં 06/06/2024 ને ગુરુવારે પાંચ ગ્રહો ભેગા થશે અને જેઠનું વધ પખવાડિયું 13 દિવસનું છે. રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં અમુક વિસ્તારોમાં રોહિણી રેલાઈ મૃગશીર્ષ બેસતા જ પ્રીમોન્સુન એક્ટિવિટી આરંભ થઈ જશે. એક અઠવાડિયા પહેલા 12 જૂને વરસાદ અતિભારે વરસાદ પડશે. ઘણા વિસ્તારમાં વાવણી થઈ જાય પછી 15 જૂન થઈ ચોમાસું નબળું પડી આદ્રા અમુક વિસ્તારોમાં વર્ષે પડશે.
આ પણ વાચો : મીની વાવાઝોડાના એંધાણ, આજે આ વિસ્તારોને મેઘો ઘમરોળશે
સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે?
અષાઢ સુદ પાંચમથી પૂનમ સુધી 11 જુલાઈ થી 21 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં નદીનાળા, તળાવ છલકાઈ જશે. પુનર્વસુ નક્ષત્રમાં અડધેથી ચોમાસું જામશે. પુષ્ય નક્ષત્ર ઉતરતા નાનકડો રાઉન્ડ રહેશે. આશ્લેષણ નક્ષત્ર કોઈક વિસ્તારમાં હળવો રાઉન્ડ અને જન્માષ્ટમી નજીક 16 ઓગસ્ટથી વધુ એક મોટો રાઉન્ડ આવશે. ભાદરવે પણ ભરપુર વર્ષે થતા અમુક વિસ્તારોમાં લીલા દુષ્કાળની સ્થિતિ જોવા મળશે. કોઈક વિસ્તારમાં અતિવૃષ્ટિ થશે અને પછી હાથીઓ ગર્જના કરીને નૈઋત્યનું ચોમાસુ વિદાય લેશે. જોકે ચિત્રા નક્ષત્રમાં માવઠું થવાની શક્યતા પણ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અષાઢ સુદ પાંચમથી પૂનમ સુધી 11 જુલાઈ થી 21 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં નદીનાળા, તળાવ છલકાઈ જશે. પુનર્વસુ નક્ષત્રમાં અડધેથી ચોમાસું જામશે.