રાજ્યમાં ફરી એક વખત વરસાદની તીવ્રતા વધશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી

meteorological department : હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે ગુરુવાર બપોરે જણાવ્યા અનુસાર, ગુજરાત માટે સાત દિવસની આગાહીમાં પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે.

તીવ્ર માવઠા અંગેની ભારે આગાહી – meteorological department

ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં માવઠાએ કહેર મચાવ્યો છે. પાછોતરા વરસાદને કારણે ખેડૂતો વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હજુ પણ મેઘરાજા ગુજરાતમાંથી જવાના મૂડમાં લગતા નથી. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વાવાઝોડા અને માવઠાંની સંભાવના કરી છે. હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે ગુરુવાર બપોરે જણાવ્યા અનુસાર, ગુજરાત માટે સાત દિવસની આગાહીમાં પાંચ દિવસ કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તે પછીના બે દિવસ ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વચો : ગુજરાતમાં આજે આ 12 જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી – meteorological department

હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે વધુમાં એ જણાવ્યું છે કે, આગામી બીજા દિવસે એટલે કે 19 મી ઓક્ટોબરના રોજ તાપી અને ડાંગ એમ બે જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ત્રીજા દિવસે એટલે કે, 20 મી તારીખે તાપી, ડાંગ, વલસાડ નવસારી, અમરેલી તથા દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 21 મી તારીખે સોમવારે અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વચો : આજે 18 જિલ્લામાં વરસાદ બોલાવશે બઘડાટી, 3 દિવસ ભારે આગાહી

રાજ્યના હવામાન વિશે અંબાલાલ શું કહે છે? – meteorological department

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હવામાનમાં ફેરફાર થશે. ગરમી અને બફારા વચ્ચે 24 મી તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહીમાં એ પણ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની સંભાવના રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક ભાગોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે.

આ પણ વાચો : આજે આ 10 જીલ્લામાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ ૫ાટેલની આગાહી

અંબાલાલની વાવાઝોડા અંગેની ભારે આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી ખળભળાટ આવશે. જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની સંભાવના રહેશે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. 1લી નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે. જેના કારણે 7 થી 9 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવવાની સંભાવના છે.

gujarat weather

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
રાજ્યના હવામાન વિશે અંબાલાલ શું કહે છે?

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હવામાનમાં ફેરફાર થશે. ગરમી અને બફારા વચ્ચે 24 મી તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment