ગુજરાતનું હવામાન પલટાશે? ત્રણ દિવસ બાદ તૈયાર રહેજો, હવામાન વિભાગની આગાહી

 Gujarat weather will change : ગુજરાત માં માર્ચ મહિનાની શરૂઆત માં જ માવઠું જોવા મળ્યું હતું. તે બાદ ગુજરાત ના વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો અને સુસવાટા મારતાં ઠંડા પવનો ફૂકવા માંડ્યા હતા. સાથે ઠંડીનો ચમકારો પણ રાજ્યમાં પ્રસર્યો હતો. આવામાં આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, તેને અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે.

varsad aagahi

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકુ રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર આવે તેવી કોઈ શક્યતા નથી. ત્યાર બાદ તાપમાન માં 2 ડિગ્રી થી 3 ડિગ્રીનો વધારો જોવા તેવી સંભાવના છે.

આ પણ વાચો : સાવધાન: ગુજરાત પરથી માવઠાનો ખતરો ગયો નથી! પરેશ ગોસ્વામી એ કરી તારીખો સાથે નવી આગાહી

કોઇ મોટો ફેરફાર જોવા મળશે?

મહત્તમ તાપમાન ની વાત કરતાં હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 3 દિવસ વાતાવરણ માં પણ કોઇ મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે. જ્યારે 3 દિવસ બાદ તેમાં પણ 2 થી 3 ડિગ્રી નો વધારો જોવા મળશે તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat weather will change બીજી તરફ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, કમોસમી વરસાદ બાદ જે ઠંડક પ્રસરી છે તેમાં ફેરફારો જોવા મળશે અને 6 માર્ચથી તાપમાન માં રોજ વધારો થતો જશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાન નો પારો 35 ડિગ્રીને પાર થશે તેવી શક્યતા છે. એટલે કે હવે ધીમે-ધીમે ઉનાળા ની સીઝન તરફ જઈ રહ્યા છીએ. આમ ઠંડીના માહોલથી છૂટકારો મળશે અને ગરમીનો રાઉન્ડ આવશે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં આગામી દિવસો શું થશે તે જણાવ્યું

પરેશ ગોસ્વામી : માવઠાની આગાહી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું  કે, માર્ચમાં બે વખત કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10 માર્ચ થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે. જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. આ સાથે કચ્છના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે.

Gujarat weather will change

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

6 માર્ચથી તાપમાનમાં રોજ વધારો થતો જશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થશે તેવી શક્યતા છે. એટલે કે હવે ધીમે-ધીમે ઉનાળા ની સીઝન તરફ જઈ રહ્યા છીએ. આમ ઠંડીના માહોલથી છૂટકારો મળશે અને ગરમીનો રાઉન્ડ આવશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment