ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગની વરસાદની આગાહી

meteorological department rain forecast : રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે વાતાવરણ પણ સૂકું બની ગયું છે.

રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

હવે ધીમે-ધીમે શિયાળાની શરુઆત થઇ જશે અને શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે. જેના કારણે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અથવા તો કરા પડતા હોય છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. પરંતુ હાલ તો દક્ષિણ પશ્ચિમના પવન આવી રહ્યા છે.

શનિવાર સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી

જો અલનીનોની અસર થઇ તો શું થશે? અંબાલાલ પટેલે ઘઉંની ખેતી કરતાં ખેડૂતોને ચેતવ્યા!

આજથી ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત, કોઈ સિસ્ટમ સક્રિય નથી’, પરેશ ગોસ્વામીએ કરી આકરી આગાહી

14 ઓક્ટોબરની આગાહી

હવામાન વિભાગનું અનુમાન છે કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેનાા લીધે 15થી 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા રહેશે.

15 ઓક્ટોબરની આગાહી

15 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.

16 ઓક્ટોબરની આગાહી

16 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.

15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે (meteorological department rain forecast)

જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ખેલૈયાના રંગમાં ભંગ પડશે. આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાશે. સાથે જ ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોના મોઠામાં આવેલો કોળીયો છીનવાઇ જશે. (meteorological department rain forecast)

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

જોકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. સાથે જ 19 ઓક્ટોબરે પણ મજબૂત એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેના કારણે પણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment