25થી 28 સુધીમાં મુશળધાર વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

WhatsApp Group Join Now

ambalal predicts rain : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડયો છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસ તથા રાજ્યમાં વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને નદીઓમાં પાણીની આવક વધતાં ડેમોમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. આવામાં રાજ્યના હવામાન અને આગામી સમયમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હમણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 ઈંચ વરસાદ પડવાની શક્યતા રહેશે. તેમણે જણાવ્યું કે, 25થી 28 તારીખમાં બંગાળના ઉપસાગરથી વરસાદી વહન આવતાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાચો : વરસાદની 5-5 સિસ્ટમ તાંડવ મચાવશે? મુંબઈમાં ભુક્કા બોલવતી સિસ્ટમ પણ આવશે!

હાલમાં પણ 23થી 26 દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેના લીધે સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે.

તેમણે જણાવ્યું કે, લગભગ તારીખ 28 સુધીમાં નર્મદાના વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે અને નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે.

આ પણ વાચો : બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ, હવે વરસાદ ગુજરાતને ધમરોળશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

8 થી 10 ઇંચ વરસાદની શકયતા

જ્યારે 28 તારીખ પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે. એટલે હવે 25 તારીખથી વરસાદ વધશે અને કોઈ-કોઈ ભાગમાં 8 કે 10 ઈંચ વરસાદ થવાની શક્યતા રહેશે. પવનનું જોર રહેશે.

ambalal predicts rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment