ગુજરાતમાં આવશે મિની વાવાઝોડું! અંબાલાલ પટેલનીની મોટી આગાહી

WhatsApp Group Join Now

અંબાલાલે ગુજરાતમાં ગરમી અંગે વાત કરતા જણાવ્યું છે કે આજથી જ ગુજરાતમાં ગરમીનો પારો વધવા લાગશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરા, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. આ ઉપરાંત, કચ્છ, બનાસકાંઠા, સિદ્ધપુર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 12 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે. જો કે, 10 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે. પરંતુ આ ગરમીથી રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 26 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી એકવાર આકરી ગરમી પડી શકે અને ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી, આ 10 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે

તેમણે એ પણ જણાવ્યું છે કે એપ્રિલ મહિના દરમિયાન હવામાનમાં વારંવાર પલટો જોવા મળશે અને પવનનું જોર પણ વધુ રહી શકે, જેની અસર બાગાયતી પાકો પર પડી શકે છે. જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

આ પણ વાચો : આજે 17 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો આજે ક્યાં કયા વરસાદ પડશે!

વરસાદ અને ભારે પવનની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 12 થી 14 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જેના કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળશે. ત્યારબાદ, 17 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પણ પડવાની શક્યતા છે અને દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે 14 એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી થઈ શકે, જો કે તેની ગુજરાતમાં અસર ઓછી જોવા મળશે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વરસાદ અને ભારે પવનની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 12 થી 14 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જેના કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment