ગુજરાતમાં 18 થી 22 જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન, જાણો નવી વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Monsoon forecast : મહારાષ્ટ્ર પહોંચીને છેલ્લા એકાદ પખવાડિયાથી સ્થગિત થઈ ગયેલું ચોમાસું હવે ફરીથી સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાના શ્રીગણેશ થઈ શકે છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગત 26 મેના રોજ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું હતુ. જ્યાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાના કારણે ચોમાસું અટકી ગયું હતુ.

આ પણ વાચો : 12, 13 અને 14 જુનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હાલ બંગાળની ખાડીમાં ધીમે-ધીમે એક સિસ્ટમ સક્રિય થઈ છે, આ વરસાદી સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે એટલે તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાય તેવી સંભવના છે. જેના પરિણામે અરબ સાગર પણ સક્રિય થઈ શકે અને મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે અટકેલું ચોમાસું સક્રિય થઈને આગળ વધવાની શક્યતા છે.

14 જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય

આગામી 14 જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય થશે, જેના કારણે 16 જૂનથી રાતે અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત પહેલાના વરસાદો શરૂ થઈ જશે. જ્યારે 20 જૂને ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી સંભવના છે. એટલે કે આગામી 18 થી 22 જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાનો વિધિવત પ્રવેશ થઈ શકે છે.

આ પણ વાચો : આગામી 3 દિવસ 7 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

18 થી 22 જૂન વચ્ચે ચોમાસાનું આગમન

છેલ્લા ઘણા સમયથી રાજ્યના ખેડૂતો નૈઋત્યના ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, પરંતુ હવે તેમને વધારે રાહ જોવી નહીં પડે. આગામી 18 થી 22 જૂન વચ્ચે ગુજરાતની અંદર વિધિવત ચોમાસાની શરૂઆત થઈ શકે છે. 16 જૂનથી અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી 16 થી 22 અને 22 થી 28 જૂન સુધીના 12 દિવસમાં સેશન દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે.

Monsoon forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment