Monsoon season in Gujarat : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ચોમાસાના આગમનને લઈ મોટી અપડેટ સામે આવી છે. હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી વ્યક્ત કરી છે. હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની શક્યતા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંતો દ્વારા વિજ્ઞાન અને પ્રાકૃતિક ફેરફારના આધારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
આ વર્ષે ચોમાસુ સારુ રહેશે
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને ખગોળીય વિજ્ઞાન, પશુ પંખીના અવાજ, આકાશી કસથી આગાહી કરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંત હસમુખ નિમાવતે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની શક્યતા છે.
આ પણ વાચો : 100 થી 120 કિમીની ઝડપે વાવાઝોડું, ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ભુક્કા બોલાવશે
આ તરફ હવામાન નિષ્ણાંત ભીમા ઓડેદરાએ આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, આસો માસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે રમણીક વામજાએ પણ આગાહી કરી કે, આ વર્ષે સારો વરસાદ થવાથી 3 તબક્કામાં વાવણી થવાની શક્યતા છે.
આ પણ વાચો : રોહિણી નક્ષત્ર : વાવાઝોડા સાથે ભારે વરસાદના યોગ
અંબાલાલ પટેલે પણ કરી આગાહી
Monsoon season in Gujarat : અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈ કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 8 જૂન દરિયામાં પવન ફુંકાઈ શકે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે. ત્યારબાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે. વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો નોંધાશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરાઈ છે. ભરપુર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.