ઘાટાં વાદળો ડરામાણો માહોલ ઉભો કરશે પણ ડરવાની જરુર નથી, નવેમ્બર જેવું નહીં થાય

WhatsApp Group Join Now

પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે મહત્વની સંભાવનાઓ વ્યક્ત કરી છે.તેમણે કહ્યું કે માહોલ ડરામણો હશે પરંતુ ગભરાવાની જરુર નથી,

ઘાટાં વાદળો જોવા મળશે પરંતુ વરસાદ નવેમ્બરની જેમ તૂટી પડશે નહીં. કઈ તારીખો દરમિયાન હળવા ઝાપટાં થઈ શકે છે તે અંગે તેમણે માહિતી આપી છે.

22 થી 25 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો

ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પવન, ઠંડી અને માવઠા અંગેની નવી આગાહી કરી છે. તેમણે અગાઉ 22-25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી.

પરંતુ હવે કેટલીક પરિસ્થિતિઓ રાજ્યના હવામાનમાં બદલાઈ હોવાની વાત કરીને તેમણે નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાનમાં આવનારો પલટો વહેલો આવી રહ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે, હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં 1-2 દિવસનો ફરક પડી રહ્યો છે.

18મી તારીખે તેમણે જણાવ્યું હતું કે, જે પવનની ગતિ 9-12 કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને 16-20kmph થઈ ગઈ છે. જે લગભગ 22 તારીખ સુધી રહી શકે

માવઠાની શક્યતા છે?

પરેશ ગૌસ્વામીની આગાહી : વધુમાં માવઠું અને હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, દક્ષિણ ભારતમાં ઈસાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં બેક ટૂ બેક સિસ્ટમ બની રહી છે અને ઉત્તર ભારતમાં પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે.

આ બન્ને તરફ હવામાનમાં થયેલા ફેરફારોથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેતી હોય છે.

ઘાટાં વાદળો જોવા મળશે

હવામાન નિષ્ણાત કહે છે કે, અરબી સમુદ્રની અસ્થિરતાના કારણે ગુજરાતમાં 20 તારીખથી ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઉભો થશે પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી.

20-23 તારીખ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ઘાટાં વાદળો જોવા મળશે.

22 તારીખે આગાહી

આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ-દોકલ ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં થઈ શકે છે.

તેઓ કહે છે કે અગાઉનું અનુમાન 22-25 ડિસેમ્બર દરમિયાનનું હતું પરંતુ અસ્થિરતા ઝડપથી ચાલી અને તે ગુજરાત સુધી વહેલી પહોંચી રહી છે.

જેમાં 22 ડિસેમ્બર સામાન્ય ઝાપટાં થવાની શક્યતાઓ પ્રબળ છે, આ પહેલા પણ ક્યાંક છાંટા થઈ શકે છે.

નવેમ્બર જેવું માવઠું નહિ હોય

આ સાથે તેમણે કહ્યું કે જે રીતે 26મી નવેમ્બરે રાજ્યમાં ભારે માવઠા થયા હતા તેવું જોવા મળશે નહીં એટલે ડરવાની જરુર નથી.

કારણ કે આ વખતે છૂંટાછવાયા છાંટા કે સામાન્ય છાંપટાં થઈ શકે છે. વાદળો ડરામણો માહોલ ઉભો કરશે પરંતુ ડરવાની જરુર નથી.

અંબાલાલ પટેલની આગાહી

અગાઉ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવશે.

અને 29મીથી ઠંડીનો ચમકારો વધવાની સંભાવનાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તેઓ કહે છે કે દેશના ઉત્તર ભાગમાં જેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ તે આવતા નથી અને તેના કારણે આકરી ઠંડી જણાતી નથી.

નોંધનીય છે કે શિયાળા દરમિયાન ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં જે હવામાનના ફેરફારો થાય તેની અસર ગુજરાત પર થતી હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment