heavy rains are : રાજ્યમાં થોડા જ દિવસોમાં વરસાદની રાહ સમાપ્ત થતી દેખાઈ રહી છે. હવે બંગાળની ખાડીના મધ્ય વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. જે હવે લો પ્રેશરમાં ફેરવાશે. આ સિસ્ટમ વધારે મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી – heavy rains are
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 5.8 કિમી ઉપર ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત રહે છે. તેના પ્રભાવ હેઠળ 13 ઓગસ્ટના રોજ પશ્ચિમ મધ્ય અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીને અડીને આવેલા ઉત્તરપશ્ચિમમાં લો-પ્રેશર ક્ષેત્ર બનવાની સંભાવના છે અને તે પછીના 48 કલાક દરમિયાન વધુ તીવ્ર બનશે.
આ પણ વાચો : જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સંભાવના, નવરાત્રીમાં પણ વરસાદ પડશે!
બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. હવે અહીંથી ભેજવાળા પવનો ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિસ્તારમાં થઈને ગુજરાતમાં પહોંચશે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે
15 તારીખથી રાજયમાં વરસાદની શકયતા
એક અનુમાન પ્રમાણે આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી જ ગુજરાત પર શરૂ થઈ શકે છે. ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જોકે, જન્માષ્ટમી એટલે કે 16 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ શકે છે.
16થી લઈને 23 ઓગસ્ટમાં જોરદાર વરસાદી માહોલ
અનુમાન પ્રમાણે આ સિસ્ટમની સાથે જ અરબ સાગર પણ સક્રિય થઈ શકે છે. વિવિધ વેધર મોડલના આધારે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે 16થી લઈને 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ છવાશે. વેધર મોડલ તો એવું પણ દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમની અસર થોડી ઘટવાનું શરૂ થશે ત્યાં જ બીજી એક સિસ્ટમ એ જ ટ્રેક પર ગુજરાત પર પહોંચી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઈ રહી છે. 12 તારીખથી આ સિસ્ટમે આકાર લેવાનું ચાલુ કરી દીધું છે. 13 તારીખે સાંજ સુધીમાં આ સિસ્ટમ સંપૂર્ણ તૈયાર થઈ જશે અને મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે.આ સિસ્ટમને લીધે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને કાયદેસર ઘમરોળી નાંખશે. આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ જ છે. 16થી 24 તારીખમાં વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આ સિસ્ટમ ફંટાય કે ગુજરાતથી દૂર જાય તેવી કોઈ ભીતી નથી.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |