onion price : ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ ફરી જોવાયો છે અને સરકારે નિકાસ માટે કોઈ છૂટ આપી ન હોવાથી અને નિકાસ બંધી માર્ચ પછી પણ ચાલુ રહે તેવી બજારમાં ચર્ચા હોવાથી ડુંગળીની બજારમાં સરેરાશ બજારનો ટોન નરમ હતો. ડુંગળીનાં ભાવ સારી ક્વોલિટીમાં રૂ.૨૦થી ૨૫ આજે પ્રતિ ૨૦ કિલો ઘટ્યા હતાં.
ડુંગળીની બજારમાં વેપારો આગામી દિવસોમાં કેવા થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે ડુંગળીની બજારમાં વેચવાલી પણ ઓછી છે અને સામે વેપારો પણ ઓછા છે. બજારમાં બેતરફી મુવમેન્ટ જોવા મળી રહી છે.
આ પણ વાચો : કપાસમાં રૂ.100નો ઉછાળો, ફુલ તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
ગોંડલમાં લાલ ડુંગળીની ૧૫ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૮૦થી ૩૧૧ હતાં. સફેદની ડુંગળીની ૧૫ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૮૨થી ૨૩૨ હતાં.
onion price : રાજકોટમાં ૩૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૮૦ થી ૨૭૫ હતાં. મહુવામાં લાલ ડુંગળીની ૨૯ હજાર કટ્ટાનાં વેપાર હતા. ભાવ રૂ.૧૧૧ થી ૩૧૪ અને સફેદની ૧.૫૮ લાખ થેલાની આવક સામે ભાવ રૂ.૨૦૦થી ૨૭૫નાં હતાં.
આ પણ વાચો : આજે ઘઉમાં ભુકકા બોલવતી તેજી, જાણો આજના ઘઉ ના બજાર ભાવ
નાશીકમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કેનિકાસ છૂટ સરકારે આપી છે, પરંતુ તેની માત્રા બહુ ઓછી હોવાથી બજારમાં તેની અસર ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે.
ડુંગળીના બજાર ભાવ (20-03-2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 210 | 350 |
મહુવા | 111 | 314 |
ભાવનગર | 131 | 314 |
ગોંડલ | 81 | 311 |
જેતપુર | 20 | 226 |
વિસાવદર | 85 | 211 |
તળાજા | 112 | 272 |
ધોરાજી | 125 | 270 |
અમરેલી | 100 | 360 |
મોરબી | 200 | 400 |
અમદાવાદ | 160 | 320 |
દાહોદ | 100 | 400 |
વડોદરા | 160 | 440 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગોંડલમાં લાલ ડુંગળીની ૧૫ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૮૦થી ૩૧૧ હતાં. સફેદની ડુંગળીની ૧૫ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૮૨થી ૨૩૨ હતાં.