પરેશ ગોસ્વામીની આગાહીઃ સાતમ-આઠમના તહેવારમાં મેઘમહેર થશે કે નહીં, જાણો ક્યાં થશે ધોધમાર વરસાદ

WhatsApp Group Join Now

Paresh Goswami Agahi : ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે.

આજે અને આવતી કાલે કયા વિસ્તારોમાં આગાહી?

આજે 12 ઓગસ્ટના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ પછી, 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા હોવાથી આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે.

આ પણ વાચો : વરસાદ માટે રાહ જોવી પડશે? ખેડૂત મિત્રોને પિયત માટે પરેશ ગોસ્વામીની ખાસ સલાહ

સાતમ-આઠમના તહેવારમાં મેઘમહેર થશે કે નહીં!

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, પહેલી ઓગસ્ટથી વરસાદમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. 15મી થી 16મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો અને સાર્વત્રિક રાઉન્ડ શરૂ થશે. આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવવાની છે, પરંતુ અરબ સાગર પણ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન 12મી અથવા 13મી ઓગસ્ટથી ડેવલપ થઈને ઓડિશા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમ અરબ સાગર અને દક્ષિણ ગુજરાતના ભાગોને વધુ આવરી લે તેવી શક્યતા છે.

આ પણ વાચો : આગામી કઈ તારીખથી ફરી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યાં થઈ શકે છે ભારે વરસાદ

15 થી 21 તારીખમાં ભારે વરસાદની શકયતા

15મી થી 21મી ઓગસ્ટ સુધીના આ વરસાદી રાઉન્ડમાં જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનો લાભ મળી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો કે જ્યાં વરસાદ ઓછો થયો છે, ત્યાં આ સિસ્ટમ ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે. આ ઉપરાંત, કચ્છ જિલ્લામાં પણ સારો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે, જોકે તેની તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઓછી રહેશે.

Paresh Goswami Agahi

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment