પરેશ ગોસ્વામીની આગાહી : 25 થી 30 તારીખમાં ભારે વરસાદની આગાહી! ક્યાં-કેટલો વરસાદ ખાબકશે?

WhatsApp Group Join Now

પરેશ ગોસ્વામીની આગાહી : ગુજરાતના દક્ષિણ ભાગમાં ફરી વરસાદ પડી રહ્યો છે. આગાહી અનુસાર રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શરૂઆત થઇ છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 25 થી 30 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે આ દરમિયાન ક્યાં-કેવા વરસાદની શક્યતાઓ રહેલી છે.

આ પણ વાચો : આજે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી

25 થી 30 તારીખમાં ભારે વરસાદ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં 25 થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક-બે જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. ઓક્ટોબર મહિના દરમિયાન છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ છે. આજથી તેની તીવ્રતામાં વધારો જોવા મળશે. સમયની સાથે વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે. 25 તારીખમાં વરસાદમાં વધારો થશે. તે પછી 26 તારીખમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોને વરસાદ કવર કરી લેશે. 27, 28 અને 29 તારીખમાં અનેક જગ્યાએ ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.

આ પણ વાચો : 24, 25 અને 26 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ક્યાં કેટલો વરસાદ પડશે? – પરેશ ગોસ્વામીની આગાહી

આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ભરૂચ, રાજપીપળા, વાપી, બારડોલી, અંકલેશ્વર, સુરત, વલસાડ, બિલીમોરા, ડાંગ, આહ્વા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 થી લઇને 4-5 ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા રહેલી છે. એક-બે સેન્ટર એવા હશે જેમાં 27 અને 28 તારીખ દરમિયાન 5 કે 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. 27 અને 28 તારીખ દક્ષિણ ગુજરાત માટે ભારે જોવા મળી શકે છે. એક-બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તે કદાચ અંકલેશ્વર, સુરત, વલસાડ અથવા રાજપીપળા જેવા વિસ્તારો ખાબકી શકે છે. જ્યાં 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : તોફાની સિસ્ટમ, 10 ઇંચ વરસાદની આગાહી? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યના 60 થી 65 ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા!

ગુજરાતના 60 થી 65 ટકા વિસ્તારમાં જે વરસાદ પડવાનો છે, તેમાં દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધુ જોવા મળશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, નડીયાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં 25 થી 30 તારીખ દરમિયાન હળવા-ભારે ઝાપટા પડી શકે છે. વડોદાર જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે. અનુમાન પ્રમાણે અહીં 2 થી 3 ઇંચ વરસાદ ખાબકી શકે છે.

કચ્છના અમુક ભાગોમાં મધ્યથી ભારે ઝાપટાઓ અને બાકી છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. મોરબી-સુરેન્દ્રનગરમાં હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં થોડી તીવ્રતા વધારે જોવા મળશે. અહીં 3થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં એકંદરે થોડી તીવ્રતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવા-ભારેથી મધ્યમ ઝાપટા પડી શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહી

અગત્યની લિંક – પરેશ ગોસ્વામીની આગાહી

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યાં કેટલો વરસાદ પડશે?

આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ભરૂચ, રાજપીપળા, વાપી, બારડોલી, અંકલેશ્વર, સુરત, વલસાડ, બિલીમોરા, ડાંગ, આહ્વા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 થી લઇને 4-5 ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment