Paresh Goswami new prediction : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ ખેડૂતોને મદદરૂપ થાય તેવી સતત માહિતી પ્રદાન કરી રહ્યા છે. આવવામાં તેઓએ હવામાનમાં ફેરફાર કેવા થશે, તે અંગે આગાહી કરી છે. આ વખતે પરેશ ગોસ્વામી એ માવઠું પવન ઠંડી અને તાપમાનની માહિતી રજૂ કરી છે. આ સાથે તેમણે શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે. તે અને ઉનાળો પાક ની તૈયારીઓ અંગે શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે પણ તેમણે જણાવ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આવેલા માવઠાના કારણે ફરી એકવાર ઠંડીનું મોજો ફરી વળ્યું છે.
પરેશ ગોસ્વામીએ ખેડૂતોને આપી ખાસ સલાહ
પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, બે દિવસથી ઠંડીનો મહાલ જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવું કે ન કરવું તેને લઈને ખેડૂતો ચિંતામાં ચાલી રહ્યા છે. તેવા ખેડૂતો માટે પરેશ ગોસ્વામી કહે છે કે, હવે ઉનાળો પાકનું વાવેતર કરી દેવું જોઈએ. એમાં હળદર, બાજરી, તલ અને મગફળી નો સમાવેશ પણ થાય છે. તેમણે મોડમાં મોડું 10 માર્ચથી 12 માર્ચ સુધીમાં ઉનાળુ પાકનું વાવેતર કરી દેવાની ખેડૂતોને સલાહ આપી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં આગામી દિવસો શું થશે તે જણાવ્યું
માવઠા બાદ રાજ્યમાં ઠંડક પ્રસરી છે. તેમાં ફેરફારો થશે. આજથી તાપમાન માં વધારો થતો રહેશે. 10 માર્ચ આવતા આવતા મહત્તમ તાપમાન નો પારો ઊંચકીને 35° ને પાર થશે તેવી શક્યતા છે. એટલે કે, હવે હવે ધીમે ધીમે ઉનાળો આવવાની શરૂઆત થઈ રહી છે. આમ ઠંડીના માહોલ થી છુટકારો મળશે.
માર્ચમાં હજુ બે વખત માવઠાની શક્યતા
Paresh Goswami new prediction : પરેશ ગોસ્વામી જણાવે છે કે, માર્ચ મહિના માં બે વખત માવઠા થવાની શક્યતા દેખાઈ રહી છે. જેમાં પહેલું માવઠું 10 માર્ચ થી 12 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા ના અમુક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. આ સાથે કચ્છના વિસ્તારો પણ માવઠો થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : ચોક્કસ હજુ એક માવઠું ગુજરાત પર ત્રાટકશે! પરેશ ગોસ્વામીએ કેમ આવી વાત કહી?
આ પછી બીજામાં માવઠાની વાત કરીએ તો 25 માર્ચ અને 26 માર્ચ દરમિયાન પણ ગુજરાત ના હવામાન માં પલટો આવવાની શક્યતાઓ છે. જોકે આ લાંબા ગાળાની આગાહી છે. તેમાં ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતાઓ પરેશ ગોસ્વામી એ જણાવી છે.
ખેડૂતોએ ઉનાળુ વાવેતર શરૂ કરી દેવની સલાહ
આ સાથે પરેશ ગોસ્વામી ઉનાળુ પાકમાં મોડું ન કરવાની સલાહ ખેડૂતો ને આપી છે. તેની પાછળનું કારણ પણ ખેડૂતો ને જણાવતા કહ્યું છે કે, ઉનાળો ભાગમાં મોડું કરશો તો પાછળથી પ્રમોશન એક્ટિવિટી દરમિયાન તૈયાર થયેલા પાક પર જોખમ ઊભું થઈ શકે છે. આ માટે હવે ઉનાળા પાકનું વાવેતર ખેડૂતોએ શરૂ કરી દેવું જોઈએ.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાત માં માવઠું 10 માર્ચ થી 12 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા અને સાબરકાંઠા ના અમુક વિસ્તારો માં માવઠું થવાની શક્યતા છે. આ સાથે કચ્છના વિસ્તારો પણ માવઠો થવાની શક્યતા રહેલી છે.