પરેશ ગોસ્વામીએ માવઠા અંગે વધુ એક નવી વાત
Paresh Goswami Mawtha Prediction : જે માવઠાનો વરસાદ ગુજરાતમાં થવાની વાત અગાઉ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી તે અંગે હવે તેમણે વધુ એક નવી આગાહી કરી છે જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે. અગાઉ તેમણે 24થી 26 નવેમ્બર દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી પરંતુ સિસ્ટમ ધીમી ચાલી રહી હોવાથી હવે વધુ દિવસો સુધી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે.
કઈ તારીખો દરમિયાન કેવો કમોસમી વરસાદ
પરેશ ગોસ્વામી જણાવે છે કે, આગામી સમયમાં માવઠાનો વરસાદ થવાનો છે તેના કારણે ગુજરાતની ચિંતામાં વધારો થઈ શકે છે, જે માવઠું થવાનું છે તેમાં તિવ્રતા અને વિસ્તાર બન્નેમાં વધારો થાય તેવું એક નવું અનુમાન સામે આવ્યું છે. અગાઉ તેમણે 21થી 25 તારીખ દરમિયાન માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી. જોકે, આ પછી તેમણે 24, 25 અને 26 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. પરંતુ હવે હવામાન નિષ્ણાતે વધુ એક મહત્વની સંભાવના વ્યક્ત કરી છે.
પરેશ ગોસ્વામી: ચિંતામાં શામાટે વધારો?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે, ચિંતામાં વધારો એટલા માટે થયો છે કે અત્યાર સુધી જે અસ્થિરતા આવવાની હતી તેના કારણે કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી, પરંતુ હવે તે અસ્થિરતા વધુ મજબૂત બની રહી છે. આ સાથે અસ્થિરતા ધીમી ગતિએ ગુજરાત પરથી પસાર થઈ શકે છે. જેના કારણે 24મી નવેમ્બરથી ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદની શરુઆત થશે અને એ અસ્થિરતા ધીમે ચાલવાના કારણે વધુ દિવસ સુધી વરસાદ થઈ શકે છે.
24થી 28 તારીખ સુધીની આગાહી
આ અંગે તેમણે માહિતી આપીને જણાવ્યું છે કે, અગાઉ માવઠાની અસર 24, 25 અને 26 એમ ત્રણ દિવસ રહેવાનું અનુમાન હતું પરંતુ હવે સિસ્ટમ ધીમી ચાલવાના કારણે એવું લાગી રહ્યું છે કે, 24થી 28 તારીખ સુધી અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. આ માવઠાની તિવ્રતામાં વધારો જોવ મળશે અને વધુ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. અગાઉ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ હતી પરંતુ હવે તે બદલાતી દેખાઈ રહી છે.
ક્યાં ક્યાં વિસ્તારોમાં માવઠાની આગાહી?
ભભParesh Goswami Mawtha Prediction : પરેશ ગોસ્વામી કહે છે કે, સિસ્ટમ વધુ મજબૂત બની છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી શકે છે, આ સિવાય ભાલ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ અંગે માહિતી આપતા તેઓ જણાવે છે કે, અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારોને પણ અસર કરી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના હવામાનમાં પણ પલટો આવવાની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ માવઠાના કારણે જે ચિંતા ઉભી થઈ છે તેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે માવઠા પણ થઈ શકે છે. હવે જે સિસ્ટમ ધીમી ગતિએ ચાલી રહી છે તેના કારણે તેની અસર પણ વધુ થઈ શકે છે તેવું પરેશ ગોસ્વામીનું માનવું છે.
1 thought on “સાવધાન માવઠું : ખેડૂતોની ચિંતા વધી શકે છે, પરેશ ગોસ્વામીએ માવઠા અંગે વધુ એક નવી વાત”