પરેશ ગોસ્વામીની આગાહી: હજુ ક્યાં સુધી રહેશે વરાપ, જાણો હવે ક્યારે ફરીથી શરૂ થશે વરસાદનો રાઉન્ડ

WhatsApp Group Join Now

પરેશ ગોસ્વામીની આગાહી : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસે રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ આગાહી કરી છે જેમાં તેમણે જોયું છે કે આગામી કઈ તારીખ સુધી વરાપ જોવા મળશે અને એ પછી ક્યારેય વરસાદનો રાઉન્ડ શરૂ થશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

ખાસ કરીને જોવા જઈએ તો 3 જુલાઈથી લઈ અને આજ દિવસ સુધી સતત વરસાદ પડી રહ્યા છે. જો કે આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ચોક્કસથી ઘટાડો પણ થયો છે અને હવે આવનારા બે દિવસની અંદર આ વરસાદ બંધ થાય અને આપણે એક સારી એવી વરાફ મળે એકાદ અઠવાડિયાની વરાપ મળે તેવી પણ શક્યતાઓ છે.

આ પણ વાચો : આજે રાત્રે 16 જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હાલ કેટલી સિસ્ટમ સક્રિય છે?

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનીને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે. અરબ સાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ 13 જૂનના રોજ બની હતી ત્યાર પછીથી અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ નથી. અત્યાર સુધી જેટલા વરસાદો પડ્યા છે તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર બનતી હતી અને બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી જેને કારણે આપણે સતત અત્યાર સુધી વરસાદ નોંધાયા છે.

ગુજરાતમાં થોડા દિવસ વરાપ રહેશે!

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે છેલ્લો રાઉન્ડ પૂર્ણતાના આરે છે. આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી હતી એવી જ રીતે અત્યારે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે અને આ સિસ્ટમ છે અત્યારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી ગતિ કરી રહી છે. આ સિસ્ટમ છે એ ઓડિસા થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતાઓ છે. મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવશે પછી અત્યાર સુધી તમામ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત ઉપર આવતી હતી પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે રાજસ્થાનના ઉત્તર ભાગો છે, યુપીના ભાગો છે, દિલ્હીના ભાગો છે આ તરફ આ સિસ્ટમ આગળ નીકળી જશે જેને કારણે અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની કોઈ જ અસર છે એ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી.

આ પણ વાચો : આગામી 7 દિવસ આ જિલ્લાઓ સાવધાન, આ વખતે થશે ભારે મેઘતાંડવ

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અત્યારે ચોક્કસથી પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે પણ એ મધ્યપ્રદેશ ઉપર આવી અને યુપી અને દિલ્હી તરફ આગળ નીકળીએ એવી શક્યતાઓ છે એટલે આવનારા દિવસમાં બંગાળની ખાડીની આ એક સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરશે નહીં અને ખાસ કરીને આપણે 12 તારીખથી ચોક્કસથી વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે.

નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં વરસાદો આવવાના નથી જેવી રીતે ખેડૂત ભાઈઓ અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે વરાપ ચોક્કસથી હવે આપણે મળવાની છે. આગોતરા અનુમાન તરીકે નેક્સ્ટ રાઉન્ડ છે એ લગભગ 20 અથવા તો 21 જુલાઈથી ચાલુ થાય તેવી શક્યતાઓ છે ને એ રાઉન્ડ પણ લાંબો ચાલશે અને સારા વરસાદો થશે તેવું અનુમાન છે.

પરેશ ગોસ્વામીની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment