Paresh Goswami prediction : છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. કેટલીક જગ્યાએ તો તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રીએ અડીને આવ્યો છે. તો આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, આજથી કેટલાક વિસ્તારોમાં પવનની સ્પીડમાં વધારો થઈ શકે છે. આ સાથે થોડા દિવસ બાદ ગુજરાતમાં સતત છ દિવસ કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલમાં બુધવારે રાતે તાપમાન અને પવન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન, પવન અને માવઠું કેવું રહેશે તે અંગે જણાવ્યું છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું આપણે ઊંચા તાપમાનમાં પસાર કરવાનું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી પવનની સ્પીડ નોર્મલ છે. આજથી એટલે કે 27મી માર્ચથી કેટલાક વિસ્તારોમાં પવનની સ્પીડમાં વધારો નોંધાશે. જે ચારથી પાંચ દિવસ સુધી જોવા મળશે. આ બહુ મોટો ફેરફાર નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ઝટકાંના પવનો હશે તે વધુ હશે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી, ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે?
આ સાથે તેમણે ખેડૂતો માટે માઠા સમાચાર આપતા જણાવ્યું છે કે, પહેલા આપણને આશંકા હતી કે ગુજરાતમાં માવઠું થશે. પરંતુ હવે વિવિધ મોડેલોને જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં માવઠું થશે.
31 માર્ચ થી વરસાદ પડશે? – Paresh Goswami prediction
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે. પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે. છૂટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. 31 માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં વરસાદ સાથે આંધી, વંટોળની શક્યતા, અંબાલાલ પટેલે તારીખો સાથે કરી નવી આગાહી
ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં હવામાન વિભાગે વાતાવરણ શુષ્ક રહેશે તેમ જણાવ્યું છે. એટલે કે, આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, બે દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જે બાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. માર્ચ મહિનાના અંતથી આંધી-વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે.