આજથી ગુજરાતમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ, કોઈ સિસ્ટમ સક્રિય નથી’, પરેશ ગોસ્વામીએ કરી આકરી આગાહી

WhatsApp Group Join Now
પરેશ ગોસ્વામીની આકરી આગાહી

Paresh goswami : આગામી 27 અને 28 તારીખ દરમ્યાન ચોમાસુ વિદાય(monsoon departure in gujarat) લેવાની શરૂઆત થશે. ચોમાસુ વિદાય લેવાની જે પ્રક્રિયા છે. તે લગભગ 9 ઓક્ટોમ્બર સુધી ચાલશે તેવુ પરેશભાઇ ગોસ્વામીએ જણાવ્યુ છે. 9 ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે તથા દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે.

હાલ કોઈ સિસ્ટમ એકટીવ ન હોવાથી વરસાદની શક્યતાઓ નથી

હાલ જે બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રની જે સિસ્ટમ હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનાં સિસ્ટમનાં વરસાદની શક્યતાઓ નથી. પણ એક ચોક્કસથી ગણી શકાય કે હમણાં થોડા દિવસ પહેલા એક મોટી સિસ્ટમ આપણી પરથી પસાર થઈ છે. જેનાં કારણે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે બપોરે ગરમી તેમજ તાપમાનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે? જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?

થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટી રૂપે વરસાદ

બપોર પછી જે થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં ભાગ રૂપે વરસાદ આવતા હોય છે. તે છુટા છવાયા વરસાદ આવશે.જેથી જ્યાં વરસાદ પડશે ત્યાં એક થી લઈ બે ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. વરસાદ બાદ થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં કારણે પવનની સ્પીડ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે.

2 થી 8 ઓક્ટોમ્બર સુધી વરસાદની શકયતા

આ એક પ્રકારે કહી શકાય કે જે છુટા છવાયા વરસાદ પડી રહ્યા છે. તે 28 તારીખ સુધી ચાલુ રહેશે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં પણ 2 થી 8 ઓક્ટોમ્બર સુધી વરસાદ પડી શકે છે.

તેમજ છુટા છવાયા વરસાદનું જોર દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્તારમાં જોવા મળે. હાલ કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેમજ વાવાઝોડાની કોઈ સિસ્ટમ બની રહી નથી.

તમામ પાકોની અંદર નુકશાની પણ વરસાદનાં કારણે થઈ શકે

9 ઓક્ટોમ્બર બાદ જે વરસાદ પડશે. તેને માવઠું ગણાશે. પણ આ વરસાદ જે છે તે પાણી વગરનાં જેને શિયાળુ પાક, રવિ પાકનું વાવેતર કરવું છે. તેના માટે ફાયદા રૂપ પણ બની શકે છે.

અમુક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે પાણીની ખૂબ જ તંગી છે. ઘણા વિસ્તાર એવા પણ છે કે પાંચથી સાત દિવસની અંદર ખરીફ પાકની જેની અંદર અડદ, મગ તેમજ મગફળી અને કપાસ જેવા પાકો છે આ તમામ પાકોની અંદર નુકશાની પણ વરસાદનાં કારણે થઈ શકે છે. ત્યારે આ તમામ ખરીફ પાક હાલ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે આ પાકમાં ઓક્ટોમ્બર મહિનાં દરમ્યાન વરસાદ પડે તો ચોમાસુ પાકને નુકશાન થશે. અને બીજી તરફ રવિ પાક માટે પાણીની વ્યવસ્થા થશે. ( Paresh goswami ) (Paresh goswami monsoon departure)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment