Paresh Goswami: પરેશ ગોસ્વામીની તોફાની વરસાદની આગાહીઃ 12મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા ગુજરાતમાં રેલમછેલ કરશે

WhatsApp Group Join Now

Paresh Goswami: પરેશ ગોસ્વામીની તોફાની વરસાદની આગાહીઃ 12મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા ગુજરાતમાં રેલમછેલ કરશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર જૂન-જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ વરસાદની સંભાવનાઓ અને સિસ્ટમ અંગે વાત કરીને વિગતવાર માહિતી આપી છે. તેમણે સપ્ટેમ્બરમાં સારા વરસાદની સંભાવનાઓ સાથે ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે ઓગસ્ટમાં અલનીનોની અસરના કારણે વરસાદ ખેંચાયો હોવાનું પણ જણાવ્યું છે.

પરેશ ગોસ્વામી (Paresh Goswami)એ અલનીનોની અસર દૂર થવાની સાથે IOD (ઈન્ડિયન ઓસન ડાઈપોલ) સકારાત્મક સ્ટેજમાં આવતા વરસાદની સ્થિતિ ઉભી થઈ હોવાનું જણાવ્યું છે. તેઓ કહે છે કે, બંગાળની ખાડીમાં અસ્થિરતા ઉભી થઈ છે અને તેના કારણે આગામી 5-7 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં સૌથી વધુ વરસાદ મધ્યપ્રદેશની સરહદ સાથે સંકળાયેલા ભાગોમાં, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની સંભાવનાઓ છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સાથે છોટાઉદેપુર, રાજપીપળા.. આ તમામ વિસ્તારોમાં આજે બપોર પછી જ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વરસાદ 12 સપ્ટેમ્બર સુધી જોવા મળવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. આ સિવાય દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરામાં સારામાં સારા વરસાદની શક્યતાઓ 12 સપ્ટેમ્બર સુધી રહેલી છે.

સૌરાષ્ટ્રના વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરીને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. જેમાં તેઓએ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગર આ તમામ વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે. જેમાં આજથી 12 તારીખ સુધીમાં 1-2 સ્પેલ ભારે થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભારે વરસાદની સંભાવનાઓ છે તેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં થઈ શકે છે.

સૌરાષ્ટ્રના વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરીને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. જેમાં તેઓએ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગર આ તમામ વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે. જેમાં આજથી 12 તારીખ સુધીમાં 1-2 સ્પેલ ભારે થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભારે વરસાદની સંભાવનાઓ છે તેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં થઈ શકે છે.

વરસાદના આ રાઉન્ડ દરમિયાન રાજ્યના 60-65 ટકા ભાગોને લાભ મળી શકે છે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે, આ દરમિયાન તોફાની વરસાદ થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે પવનની ગતિ 35-40 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે.

ખેડૂતોને સલાહ આપીને તેમણે જણાવ્યું કે જ્યાં વરસાદ ઓછો થવાની સંભાવનાઓ છે ત્યાં પીયત આપવાનું ચાલુ રાખવું જોઈએ. આ સાથે તેમણે એ પણ કહ્યું કે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ નથી આગામી સમયમાં પણ ગુજરાતને વરસાદનો લાભ મળશે. સપ્ટેમ્બરનો બીજો રાઉન્ડ 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રહેશે. આ રાઉન્ડ સાર્વત્રિક હશે જેની અસર ગુજરાતના તમામ ભાગોમાં જોવા મળશે.

6થી 12 સપ્ટેમ્બર કરતા 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન વધુ વરસાદ આવશે. જેમાં કેટલાક ભાગોમાં એવો વરસાદ આવશે કે જુલાઈ મહિનાની યાદ આવી જશે. ગુજરાતના જે 40 ટકા ભાગોમાં સપ્ટેમ્બરના પહેલા રાઉન્ડમાં ઓછા વરસાદની શક્યતાઓ છે ત્યાં બીજા રાઉન્ડ દરમિયાન સારો વરસાદ થવાની શક્યતાઓ છે. સપ્ટેમ્બર મહિનો ખેડૂતોને ફળશે તેવું પણ પરેશ ગોસ્વામી જણાવે છે.

ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદની જે ઘટ હતી અને તેના કારણે કૂવા, ડેમ, તળાવના જે તળ નીચા ગયા છે તે ફરીથી છલોછલ ભરાઈ જશે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે. કારણ કે આ પ્રકારના વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સપ્ટેમ્બરમાં તમામ પરિસ્થિતિ સારી રહેશે તેવી સંભાવનાઓ છે.

રાજ્યમાં જ્યાં વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તેમાં રાજપીપળા, છોટાઉદેપુર, ગોધરા, વડોદરા અને દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. જ્યારે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ઈડર, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતાઓ છે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ બહુ ઓછા વરસાદની શખ્યતાઓ છે.

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment