પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ચેતવ્યા! માવઠા બાદ પાકને કેવું પાણી પીવડાવવું પડશે? નહીંતર…

પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ચેતવ્યા!

Paresh Goswami : રાજ્ય પર ત્રાટકેલા ઘાતકી માવઠાને લીધે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ખેડૂતો માટે મોટી મુસીબત ઊભી થઇ છે. માવઠાને લીધે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો નુકસાનીનો સર્વે કરીને સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને પાકને લઇને ખૂબ જ મહત્વની સલાહ આપી છે. માવઠાના ઠંડા પાણી વરસ્યા બાદ ખેડૂતોએ હવે શું કરવાનું છે અને તકેદારી રાખવાની છે તે અંગે ખૂબ જ અગત્યની વાત જણાવી છે.

અમરેલીમાં ઝાપટું પડ્યું, જાણો ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે?

ખેડુતોને સલાહ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી(Paresh Goswami)એ માવઠાને લઇને ખેડૂતોને ખાસ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, ખાસ કરીને ખરીફ પાક છે, જે પાક ઊભેલો છે, જેમાં કપાસ, તુવેર, એરન્ડા જેવા પાકો પવન સાથે વરસાદને કારણે ઢળી પડશે. જે રવિ પાકનું વાવેતર થયેલું છે જેમાં ઘઉં, ચણા, ઘાણા, જીરું, રાયડો, વરિયાળી, લસણ, ડુંગળી જેવા પાકો કે જે માત્ર ઉગી રહ્યા છે તેની પર માવઠાના ઠંડા પાણી વરસી રહ્યા છે, જેના કારણે રવિ પાકની અંદર ફંગસ આવી શકે છે. આ ફંગસની શરૂઆત થશે તો રવિ પાક સંપૂર્ણપણે ફેઇલ થઇ જાય તેવી શક્યતાઓ પણ છે.

તેમણે કહ્યું કે, હું અપીલ કરી રહ્યો છુ કે આ માવઠું પૂરું થાય એટલે તરત જ રવિ પાકને પાલર પાણી આપવું પડશે. એટલે કે કૂવા અથવા બોરનું જે ગરમ પાણી હોય છે તે પીવડાવવું પડશે. નહીંતર આ માવઠાના ઠંડા પાણીને કારણે અલ્ટરનેરિયા બ્લેક નામની ફંગસ આપણા પાકને ફેઇલ કરી દે તેવી શક્યતાઓ છે.

નોંધનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને લીઘે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી હતી. જેના કારણે મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું જે બાદ ખેડૂતો થોડાક બેઠા થયા હતા પરંતુ ભર શિયાળામાં કમોસમી વરસાદના કારણે મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ક્યાંક વીજળી પડવાના કારણે અબોલ પશુઓના મૃત્યુ નિપજ્યાં છે તો ક્યાંક માનવ મૃત્યુ પણ સામે આવ્યા છે. રવિ સિઝનમાં ખેડૂતોએ એરંડા, વરીયાળી, કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું હતું પરંતુ ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે એરંડા, વરીયાળી, કપાસના પાકોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. જોકે ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરાવીને નુકસાનનું વળતર ચૂકવે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આંકડા જાહેર કર્યા છે. વીજળી પડવાથી રાજ્યમાં કુલ 23નાં મોત થયા છે. વીજળી પડવાથી રાજ્યમાં કુલ 23 લોકો દાઝ્યા છે. વીજળી પડવાથી કુલ 71 પશુઓનાં મોત થયા છે. વીજળી પડવાથી 29 મકાનોને નુકસાન પહોંચ્યું છે. કુલ 29 કાચા પાકા મકાન ધરાશાયી થયા છે. સૌથી વધુ સુરતના 25 ગામમાં બનાવ બન્યા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તે અંગે પણ આજે આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં વરસાદ અંગે સિસ્ટમ મૂવ થઇ ચૂકી છે. જેના કારણે ભારે વરસાદની કોઇ શક્યતા દર્શાવવામાં આવી નથી. આ સાથે અનેક જગ્યાએ હળવો વરસાદ થઇ શકે છે તેમ પણ જણાવ્યુ છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, આજે વરસાદ અંગે કોઇ એલર્ટ નથી. રાજ્યમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઇ શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ તાપીમાં હળવો વરસાદ રહી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment