heavy rains : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેના કારણે સતત ચોથા વર્ષે ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભાદરવાનો ભડકા જેવો તડકો પડી રહ્યો છે, ત્યારે આગામી 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે.

પરેશભાઈની અંતિમ રાઉન્ડની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી, તે મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં ફેરવાઈને જમીન ઉપર આવી ગઈ છે. હાલ આ સિસ્ટમ આંધ્ર પ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમના વચ્ચેના ભાગોમાં સક્રિય છે અને ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે.
આ પણ વાચો : ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ ખાબકશે! નવરાત્રિમાં શું આગાહી કરાઈ?
આ સિસ્ટમ આગામી 28 સપ્ટેમ્બરે વહેલી સવારે મુંબઈ ઉપર પહોંચતાની સાથે જ વધારે મજબૂત બની જશે. જેના પરિણામે 28 અને 29 સપ્ટેમ્બર, એમ બે દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડશે. ભારે વરસાદના પગલે મુંબઈનું જનજીવન ખોરવાઈ જશે.
મુંબઈની સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. આ સિસ્ટમ મુંબઈ પાસે થઈને અરબ સાગરમાંથી પસાર થવાની છે. આથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરમાં ભારે વરસાદ
ક્યાં-કેટલો વરસાદ પડી શકે
દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, વાપી જેવા જિલ્લાઓમાં 2 થી 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 1 થી 3 ઈંચ સુધીનો વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક અડધા થી દોઢ ઈંચ સુધીનો વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેવા કે, દાહોદ, છોટા ઉદેપુ, મહીસાગર જેવા જિલ્લામાં અડધાથી એક ઈંચ સુધી વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની માફક ભારે વરસાદ નહીં પડે. જો કે હળવાથી મધ્યમ ઝાપટા જરૂર પડશે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |