અમદાવાદમાં નવરાત્રી અંગે પોલીસની ગાઈડલાઈન જાહેર, વીમા પોલિસી, ફાયરસેફટી સહિત આ 12 નિયમોનું પાલન ફરજિયાત

  • અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન
  • ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે
  • ફાયરસેફ્ટી, CCTV, પાર્કિંગ પણ ફરજિયાત આપવુ પડશે
  • શહેરમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન

Police Guidelines in Navratri : ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો યોજાવા જઇ રહ્યા છે. ગત વર્ષે 42 સ્થળોએ આયોજન થયા હતાં જેમાં આ વર્ષે વધારો જોવા મળશે.

ત્યારે આ અંગે આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

જેમા નોંધ કરાયેલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જ ગરબાના આયોજનને પરમિશન આપવામા આવશે. તેમ જણાવાયું છે.

Police Guidelines in Navratri

પુરુષ મહિલા અને સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત

આયોજકોએ કોઈ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તથા પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે આપવા સહિત અનેક નિયમ અમલી કરાયા છે.

જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા પછી મંજૂરી આપવામાં આાવશે નહીં. દર્દીઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તે રીતે અવાજની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આથી લાઉડ સ્પીકર આયોજકોએ મર્યાદામાં જ વગાડવાનું રહેશે.

પોલીસે પ્રશાશન દ્વારા 12 મુદ્દાની ગાઈડલાઈન જારી કરાઇ

Police Guidelines in Navratri : ગરબા જોવા આવતા લોકોને અડચણ ઊભી ન થાય તેવી માટે પાર્કિંગની વ્યવસ્થાએ સ્વયંસેવકો પણ રાખવા પડશે.

ગરબાના આયોજનના સ્થળે ટ્રાફિકજામ ન થાય તે માટે સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં વધુ ટ્રાફિક થશે તો ગરબાના આયોજનની પરમિશન પણ રદ કરી દેવા સુધીના આકરા નિર્ણયો લેવાશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment