માર્ચ મહિનાના મધ્યભાગમાં ધારણા પ્રમાણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ધીમે ધીમે તાપમાન કાળઝાળ ગરમી તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને માર્ચ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં એકવેરની આગાહી છે. આ વર્ષે ઉનાળો આકરો રહે તેવું નિશાન તો જણાવી રહ્યા છે. જોકે ઉનાળાની શરૂઆતમાં જ માવઠાની વકી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને પરેશ ગોસ્વામી એ નવી આગાહી જાહેર કરી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી ઘાટા વાદળો વરસાદ લાવશે કે કેમ? તે અંગે પરેશ ગોસ્વામી દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે.
હવામાનની નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાનની નિષ્ણાંત પરેશભાઈ તેમને યુટ્યુબ ના વીડિયોમાં જણાવ્યું કે, અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જે ઘણી જગ્યાએ ઘાંટા વાદળો પણ જોવા મળતા હશે. પરંતુ તેમને જણાવ્યું કે, વરસાદ થશે તેવો ડર રાખવો નહીં
આ પણ વાચો : હોળીની જ્વાળા પરથી ચોમાસાનો વર્તારો, જાણો આગામી ચોમાસું કેવું રહેશે?
હાલ ગુજરાતના તાપમાનમાં સ્થિરતા જોવા મળી રહી છે. એટલે કે માર્ચ મહિનામાં સામાન્ય સ્થિતિનું તાપમાન જોવા મળશે. જેમાં 36 ડિગ્રી થી લઈને 38 ડિગ્રી તથા ઘણી જગ્યાએ 40 થી 41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આવું જ તાપમાન આગામી બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતા છે.
માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં શું થશે?
માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો આવી શકે છે. બહુ મોટો ઘટાડો આવે તેવી શક્યતા દેખાતી નથી. બીજી બાજુ પવનની દિશામાં ઘણા દિવસથી બદલાવ થઈ રહ્યો છે. ઉત્તરપશ્ચિમ અને ઘણી જગ્યાએ તો પશ્ચિમના પવનો થઈ ચૂક્યા છે.
આ પણ વાચો : આવી રહ્યું છે વાવાઝોડું: ગુજરાતમાં વિનાશ નહિવત, પણ ખુશીના સમાચાર લાવશે!
પવનની ગતિ કેવી રહેશે?
હાલ પવનની ગતિ સામાન્ય કરતા 4 થી 6 પોઈન્ટ વધારે ફૂકાઇ રહી છે. પવનની ગતિ સામાન્ય કરતા વધારે સ્પીડમાં ચાલી રહી છે. આ પવન હજુ 4 થી 5 દિવસ સુધી રાબેતા મુજબના જોવા મળી શકે છે. હાલ તાપમાન અને પવન નીચે સ્થિતિ ચાલી રહી છે. તેની સાથે સાથે કાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ થયું છે. જેનાથી ખેડૂત ભાઈઓ મૂંઝવણમાં મુકાયા છે. કે એકાદ માવઠું થશે, તો તેની ખેતીમાં નુકસાન થશે.
આ પણ વાચો : બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ રાજ્યોમાં ભારે આગાહી, હવામાન વિભાગનું ભારે એલર્ટ જાહેર
ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે!
પરંતુ પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, ખેડૂતોએ ડરવાની જરૂર નથી. પરેશ ગોસ્વામી ના મતે માવઠાની શક્યતા નથી. ખાલી વાદળછાયું વાતાવરણ રહેશે. તેનું મુખ્ય કારણ ઉત્તર ભારત પરથી જે વેસ્ટન ડીસ્ટર્મન્સ પસાર થતા હોય છે. તેની સિઝન પૂરી થવા પર છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો પરથી વેસ્ટ પસાર થતા. ત્યાં હિમવર્ષા થતી હોય છે. આવા અરબ દેશો તરફથી જે પવનો ફુકાતા હોય છે. તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તો વાદળાઓને અમુક લેસ મધ્ય ભારત એટલે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ ફંટાતી હોય છે. તેના કારણે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીએ કરી આગાહી, 2024નું ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે?
માવઠું થાય શક્યતા નથી
હાલ પવનની ગતિ વધારે જોવા મળી રહી છે. પરંતુ હાલ વાદળો ના લેયર્સમાં વધારે ભેજ નથી. તેથી આના લીધે કોઈ જગ્યાએ માવઠું થાય તેવી શક્યતા દેખાતી નથી. બનાસકાંઠા અને કચ્છના વિસ્તારમાં થોડા વધારે ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા જણાવી રહી છે. બીજા વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો જોવા મળે તેવી શક્યતા છે. વાદળછાયુ વાતાવરણ 22 તારીખ સુધી જોવા મળશે તે બાદ હવામાન ખુલ્લું થાય તેવી શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી આગાહી, 18 થી 20 તારીખમાં હવામાનમાં આવશે મોટો પલટો!
આ વાદળાઓથી કોઈએ ડરવાનો કે ગભરાવાની જરૂર નથી. વધારે પડતા ઘાટા વાદળ થયા હોય અને એકલદોકલ વિસ્તારોમાં છાંટા પડે તે અપવાદ રહેશે. જોકે તેની શક્યતા હાલ દેખાતી નથી.
ખાસ નોંધ લેવી : આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જે ઘણી જગ્યાએ ઘાંટા વાદળો પણ જોવા મળતા હશે. પરંતુ તેમને જણાવ્યું કે, વરસાદ થશે તેવો ડર રાખવો નહીં