પુનર્વસુ નક્ષત્ર શરુ થઈ રહ્યું છે, વરસાદ પર શું અસર પડશે ? દેશી આગાહીકારે કરી મહત્વપૂર્ણ આગાહી

WhatsApp Group Join Now

Ramnikbhai Vamja prediction : દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ ચાલી રહેલા ચોમાસામાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. રમણીકભાઈ અનુસાર અષાઢી બીજ અને પૂનમના અવલોકન બાદ આગામી જુલાઈ મહિનામાં 15 થી 20 તારીખ સુધીમાં મોટાભાગના ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

પુનર્વસુ નક્ષત્રની વરસાદ પર શું અસર પડશે ?

જૂનાગઢના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ આગામી દિવસોમાં ચોમાસાના વરસાદને લઈને તેમનું પુર્વાનુમાન અને અવલોકન રજૂ કર્યું છે. આદ્રા નક્ષત્રમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો હતો. હવે પાંચમી જુલાઈથી પુનવર્સુ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. અષાઢી બીજ અને પૂનમના અવલોકન બાદ આદ્રા તેમજ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહેલા પુનવર્સુ નક્ષત્રમાં વરસાદની ખૂબ સારી શક્યતા છે.

આ પણ વાચો : આજે રાત્રે 22 જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી

રમણીકભાઈ વામજાએ અનુમાન અને અભ્યાસ પરથી આગામી 15 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 અને 8 જુલાઈના દિવસે વિછુડો બેસી રહ્યો છે. ખગોળવિદ્યા પરથી મળતા સંકેત અનુસાર વિછુડાના સમય દરમિયાન ખૂબ ગરમી અને બપોર બાદ કેટલાક સ્થળો પર ધોધમાર તો ક્યાંક છૂટક વરસાદ પડવાની શક્યતા પણ છે.

ભાદરવા મહિનામાં કુદરતી આફત !

આવનારું વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું હોવાનું અનુમાન છે. વધુમાં ભાદરવા મહિનામાં કુદરતી આફત આવી શકે છે. કુદરતમાંથી મળતા સંકેત અનુસાર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદના પ્રબળ અને સારા સંયોગ જોવા મળી શકે છે. સમગ્ર ચોમાસા દરમિયાન 48 થી લઈને 55 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પડવાનું અનુમાન છે.

Ramnikbhai Vamja prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment