Rain Alert: ગુજરાતમાં ફરીથી રેડ એલર્ટ! આગામી 3 કલાકમાં 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

rain alert again in Gujarat : ગુજરાતમાં ચોમાસું હાલ સંપૂર્ણ રીતે સક્રિય છે, અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નદી-નાળા છલકાઈ રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રે સાવચેતીના પગલાં ભરવા પડ્યા છે.

આગામી 3 કલાક ભારે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 3 કલાક દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ યથાવત રહેશે.

આ પણ વાચ : આજે 13 જિલ્લા સાવધાન, ક્યાં ક્યાં વિસ્તારોમાં અત્યંતભારે વરસાદની આગાહી

આ આગાહીને પગલે જુદા જુદા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે: રેડ એલર્ટ: અતિભારે વરસાદની આગાહી સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અને મોરબી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ભારે વરસાદની શક્યતાને કારણે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અને સુરેન્દ્રનગર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

આ પણ વાચ : પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2025 : કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

વરસાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે અનેક નિર્ણયો લીધા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે, અને વાહનવ્યવહારને પણ અસર થઈ છે. વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કચ્છ અને ઉત્તર ગુજરાત ના કેટલાક ભાગોમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.

આજે કેટલો વરસાદ પડ્યો

આગાહી મુજબ, આજે સવારથી જ રાજ્યના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો, જ્યાં: લખપત તાલુકામાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ પડ્યો. રાપર માં પણ સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત, બનાસકાંઠા ના ભાભર માં 4 ઇંચ, કચ્છ ના ગાંધીધામ માં પોણા 4 ઇંચ અને ભચાઉ માં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

rain alert again in Gujarat

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment