25 તારીખથી ફરી વરસાદની આગાહી! વાવાઝોડા-ચોમસા અંગે પરેશ ગોસ્વામીની આગાહી

Rain forecast again : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે. તેમણે પોતાના યુ-ટ્યુબ વીડિયોમાં માવઠા, વાવાઝોડા અને ચોમાસા અંગે આગાહી કરી છે.

Paresh Goswami

22 તારીખ સુધી તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. આમાં અતિશય ગરમી રહેશે. આ દરમિયાન 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે. એ તાપમાનને કારણે અમુક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી જાય તે અપવાદ રહેશે. બાકી હમણા કોઇ માવઠાની શક્યતા નથી.

આ પણ વાચો : અંબાલાલ પટેલ : આ તારીખથી ફરી ભારે વરસાદની આગાહી

25 થી 30 તારીખમાં આગાહી

25 થી 30 તારીખ દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થવાની શક્યતા અને પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદ થવાની શકયતા છે. આને ધ્યાને લઇને 25 તારીખ સુધીમાં ખેતીના કામોને સાચવવાની કાળજી રાખવી તેવી ખેડૂત મિત્રોને અપીલ પરેશ ગોસ્વામી એ કરી છે.

ચક્રવાત બને તેવી શક્યતા!

મે મહિનાના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી શક્યતાઓ છે. એ સાયક્લોન થોડું કમજોર હશે. બંગાળની ખાડીમાં જે સાયક્લોન બનતો હોય તેનાથી આપણને કોઇ ખતરો નથી. તેનાથી આપણે ડરવાનું નથી.

Rain forecast again : જો અરબી સમુદ્રમાં કોઇ સાયક્લોન બને તો તે ગુજરાતને સીધું અસર કરતું હોય છે. મે મહિનામાં અરબી સમુદ્રમાં કોઇ સાયક્લોન બને તેવી શક્યતા હાલ નથી. પરંતુ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે. આ કોઇ આગાહી નથી, પરંતુ લાંબાગાળાનું અનુમાન છે.

આ પણ વાચો : 15 દિવસોમાં 2 વાવાઝોડા ત્રાટકશે? જાણો વાવઝોડાની તારીખો..

જો હાલની તાપમાનની પરિસ્થિતિમાં કોઇ મોટો બદલાવ નહીં થાય તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે.

20 તારીખ સુધીમાં ચોમાસુ આગળ વધશે

હવે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધશે. 18થી 20 તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી શકે છે. આ વખતે ચોમાસું ત્રણ ચાર દિવસ વહેલું એટલે કે 26-27 મે આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે તેવું અનુમાન છે.

આ પણ વાચો : કિશોરભાઈ ભાડજા : મેઘરાજાની તોફાની બેટિંગ, વાવણી ની તારીખ, સાર્વત્રિક વરસાદની આગાહી

મુંબઇ સુધી ત્રણેક દિવસ ચોમાસું વહેલું પહોંચી સ્થિર થઇ જાય તેવું પણ એક અનુમાન છે. તે બાદ ગુજરાતમાં 14 અથવા 15 જૂને ચોમાસાનો પ્રવેશ થઇ શકે છે. જો આવું થાય તો 25-26 જૂન સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને કવર કરી લેશે.

Rain forecast again

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચક્રવાત બને તેવી શક્યતા!

મે મહિનાના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી શક્યતાઓ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment